Main Menu

અમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની ઉમદા કામગીરી

અમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ

અમરેલી, તા. 1પ

અમરેલી જિલ્‍લામાં લોકો શાંતિથી પોતાના ઘરમાં સુખ-ચેનથી રહી શકે તે માટે થઈ અસામાજિક તત્‍વોને સીધાદોર કરવા માટે થઈ અમરેલી જિલ્‍લા પોલીસવડા નિર્લિપ્‍ત રાય ઘ્‍વારા અનેક પગલાંઓ ભર્યા છે. ત્‍યારે ચાલું વર્ષ દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતિ હોય ત્‍યારે તસ્‍કરો ચોરી કરી લોકોની ઉંઘ ન બગાડે તે માટે થઈ જિલ્‍લામાં કડક પેટ્રોલીંગ શરૂ કરાવ્‍યું છે.

ગઈકાલે અમરેલી જિલ્‍લામાં રાત્રીનાં સમયે પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્‍પદ જણાતા અને દુકાનોનાં તાળા ફંફોળતા અર્ધા ડઝન શખ્‍સોને જિલ્‍લા પોલીસે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધર્યાનું જાણવા મળેલ છે.