Main Menu

કડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત

દુકાનનો સામાન લઈ પરત આવતા બન્‍યો બનાવ

અમરેલી, તા. 1પ,

રાજુલા તાલુકાનાં કડીયાળીગામે રહેતાં ભાણાભાઈ રામભાઈ ભાલીયા ગઈકાલે રાજુલા ગામે દુકાનનો સામાન લેવા માટે ગયા હતા અને રાજુલાથી પરત કડીયાળીગામ તરફ પોતાના હવાલાવાળા મોટર સાયકલ  ઉપર આવી રહૃાાં હતા ત્‍યારે ભેરાઈ-કડીયાળી વચ્‍ચે લીલાપીરની દરગાહ પાસે સામેથી આવી રહેલ એક અજાણ્‍યા મોટર સાયકલ ચાલકે પોતાના હવાલાવાળુ મોટર સાયકલ ભાણાભાઈનાં મોટર સાયકલ સાથે અથડાવી દઈ ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી દીધાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાઈ છે.