Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

અમરેલીમાં નવા મતદારોને કાર્ડ આપવામાં વિલંબ

મહિનાઓ પહેલા ઔપચારિકતા પૂર્ણ થઈ ગઈ છતાં પણ

અમરેલીમાં નવા મતદારોને કાર્ડ આપવામાં વિલંબ

નામ કે સરનામુ બદલવા માટેની અરજી કર્યાને મહિનાઓ પસાર થયા છતાં કાર્ડ મળેલ નથી

જિલ્‍લાનાં હજારો મતદારો મતદાનનાં દિવસે જ પરેશાન થઈ રહૃાા છે તેનું પુનરાવર્તન થશે તેવું લાગે છે

અમરેલી, તા. 1પ

અમરેલી જિલ્‍લામાં ઘણા મહિનાઓથી મતદાર યાદી સુધારણા કાર્ય ચાલી રહૃાું છે અને સુધારણા યાદી બાદ મતદારોને ઓળખકાર્ડ આપવામાં ભારે વિલંબ થઈ રહૃાો હોય ઉચ્‍ચ અધિકારીઓએ ગંભીરતા દાખવવી જરૂરી છે. આજથી 6 મહિના પહેલા અનેક મતદારોએ નામ કે સરનામું બદલવા માટે અરજી આપેલ છે તો નવા મતદારોએ પણ જરૂરી દસ્‍તાવેજ રજુ કર્યા હોય તેઓનું ચૂંટણીકાર્ડ હજુ સુધી આપવામાં આવેલ નથી.

અમરેલી જિલ્‍લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હંમેશા ચાલતો હોય છે. છતાં પણમતદાનનાં દિવસે જ મતદાનથી વંચિત રહી જતાં હોય છે તેનું પુનરાવર્તન થવાની શકયતાઓ જોવા મળી રહી છે.

આગામી મહિને લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું હોય યુઘ્‍ધનાં ધોરણે મતદારોને       ઓળખકાર્ડ પહોંચતા કરવામાં આવે તેવી માંગ ઉભી થઈ રહી છે.

error: Content is protected !!