Main Menu

ભાવનગર રેન્‍જમાં 4 દિવસમાં 1600 અપરાધીઓ વિરૂઘ્‍ધ કાર્યવાહી

ડી.આઈ.જી. અશોકકુમાર દ્વારા લાલ આંખ

ભાવનગર, તા.1પ

આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી – ર019 અન્‍વયે ભાવનગર રેન્‍જમાં આદર્શ આચારસંહિતના અમલીકરણ માટે સમગ્ર ચુંટણીપ્રક્રિયા મુકત અને નિર્ભિક વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાય રહે તે માટે ભાવનગર રેન્‍જના જિલ્‍લાઓ ભાવનગર, અમરેલી, બોટાદના પાક રક્ષણ તેમજ સ્‍વરક્ષણ તથા અન્‍ય હેતુ માટે નોંધાયેલા હથિયાર લાયસન્‍સ ધારકોએ પોતપોતાના હથિયારો જે તે સંબંધિત જિલ્‍લાના પોલીસ સ્‍ટેશનમાં સુરક્ષિત જમા કરાવવા.

લોકસભા સામાન્‍ય ચુંટણી – ર019ના જાહેરનામાં અનુસંધાને ભાવનગર રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમારની અઘ્‍યક્ષતા હેઠળ ત્રણેય જિલ્‍લાના પોલીસ અધિક્ષકઓ, નાયબ પોલીસ અધિક્ષક તથા સર્કલ પોલીસ ઈન્‍સ્‍પેકટરઓ સાથે ચુંટણીલક્ષી તથા કાયદો અને વ્‍યવસ્‍થાને ઘ્‍યાને રાખી મિટીંગનું આયોજન કરેલ તેમજ લોકસભા સામાન્‍ય ચુંટણી – ર019ના જાહેરનામાં અનુસંધાને ભાવનગર રેન્‍જમાં 16પ1 અટકાયતી પગલા લીધેલ છે. તથા ર8પ7 પરવાના વાળા હથિયારો જમાં કરવામાં આવ્‍યા તથા પ્રોહિબીશનની પ્રવૃતિને નેસ્‍ત નાબૂદ કરવા માટે 479 પ્રોહિબીશનના કેસો કરવામાં આવેલ છે. તેમજ ભાનવગર રેન્‍જ હેઠળ ત્રણેય જિલ્‍લાઓમાં એસએસટી-47 ટીમો તથા એફએસ-46 ટીમો તથા 47 પોલીસ ચેક પોસ્‍ટ કાર્યરત કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં કાયદો અને વ્‍યવસ્‍થાને ઘ્‍યાને રાખી ત્રણેય જિલ્‍લાઓના પોલીસ અધિકારીઓને લક્ષ્ય સુનિશ્‍યિત કરવામાં આવેલ છે.