Main Menu

અમરેલીનાં દેવળીયામાં કોંગ્રેસ દ્વારા ખાટલા બેઠક યોજાઈ

અમરેલી તાલુકાના દેવળીયા ગામે જનસંપર્કના ભાગરૂપે અમરેલી તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા ખાટલા મિટીંગનુંઆયોજન દેવળીયા ગામે કરેલ હતું. આ પ્રસંગે અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનિષ ભંડેરી, તાલુકા પંચાયત સદસ્‍ય ભરતભાઈ હપાણી, તાલુકા કોંગ્રેસ યુવા અગ્રણી વિપુલભાઈ પોકીયા, તાલુકા પંચાયત સદસ્‍ય દિલીપભાઈ વાડદોરીયા, નનુભાઈ નાકરાણી, પ્રવીણભાઈ ખુંટ, ભરતભાઈ ચકરાણી, બાબુભાઈ વસોયા, કિરીટભાઈ જેબલીયા, હરેશભાઈ માધડ વગેરે ગામજનો હાજર રહયા હતા. અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષ ભંડેરીએ આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગામજનોને તથા આગેવાનોને માર્ગદર્શન પુરૂ પાડયું હતું અને આગામી લોકસભાની ચૂંટણીમાં અમરેલી લોકસભાની બેઠક જંગી બહુમતીથી કોંગ્રેસ પક્ષને જીતાડવા હાંકલ કરી હતી. તથા ર019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સ્‍પષ્‍ટ બહુમતી સાથે કેન્‍દ્રમાં સરકાર બનાવશે એવો વિશ્‍વાસ વ્‍યકત કર્યો હતો.