Main Menu

જાબાળમાં એક વર્ષ પૂર્વે થયેલ માથાકુટ બાદ કોળી ઠાકોર અને દેવીપૂજક સમાજ વચ્‍ચે સમાધાન

ક્ષત્રિય આગેવાન બબલાભાઈ ખુમાણનો પ્રયત્‍ન સફળ રહૃાો

સાવરકુંડલા, તા. 1પ

આજથી એકાદ વર્ષ પહેલા જાબાળ ગામે નજીવી બાબતે કોળી ઠાકોર સમાજ અને દેવીપૂજક સમાજનાં લોકો વચ્‍ચે મારામારી અને ઘર સળગાવવા સુધીની માથાકૂટ થઈ ગઈ હતી.આથી આ બંને સમાજ વચ્‍ચે આ વેરઝેર આગળ ન વધેઅને ગામમાં પણ શાંતિજળવાઈ રહે તે હેતુથી ઘણા દિવસોથીગામના આગેવાનો સતત પ્રયત્‍નશીલ હતા. બબલાભાઈ ટી. ખુમાણના નિવાસ સ્‍થાને કોળી જ્ઞાતિના ધીરૂભાઈ ટપુભાઈ, પોપટભાઈ વાલાભાઈ તેમજ દેવીપૂજક જ્ઞાતિના કનુભાઈ રામજીભાઈ તથા જયસુખભાઈ રામભાઈ વચ્‍ચે તા. 1પ/3/19 ના દિવસે જાબાળ ગામના તેમજ જિલ્‍લાના આગેવાન બબલાભાઈ ટી.ખુમાણના પ્રયત્‍નોથી કોળી સમાજ અને દેવીપૂજક સમાજ વચ્‍ચે સુખદ સાધાન થયેલ છે. આ સુખદ સમાધાન વખતે વિજયભાઈ ધીરૂભાઈ ખુમાણ તેમજ ચાંપરાજભાઈ મનુભાઈ ખુમાણ તથા રઘુભાઈ બોઘાભાઈ તથા લક્ષ્મણભાઈ જીંજવાડીયા, શંભુભાઈ વાઘેલા અને બંને જ્ઞાતિના તમામ તથા કાંતિભાઈ મોહનભાઈ શિણવીયા તથા ભનુભાઈ કાળુભાઈ ગોહેલ તથા મંગાભાઈ કાનાભાઈ રાનાણી તથા કેશુભાઈ દેવશીભાઈ કાનાણી તથા મનસુખભાઈ શિરોયા તથા હિંમતભાઈ બોરીસાગર હાજર રહેલ તેવું જાબાળ ગામનાં પૂર્વ સરપંચ અજયભાઈ ખુમાણની યાદી જણાવે છે.