Amreli Express

Daily News Papers

સમાચાર

લાઠી ખાતે મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓક

18-19 વયજૂથના મતદારોની વધુમાં વધુ નોંધણી માટે સઘન પ્રયત્‍નો

અમરેલી, તા.1પ

જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓકએ લાઠી ખાતે મતદાન મથકોની મુલાકાત લઇ પ્રાથમિક સુવિધા હોવા અંગે ચકાસણી કરી હતી. આ ઉપરાંત લાઠી વિધાનસભા મતદાર વિભાગના તમામ બી.એલ.ઓ., સુપરવાઈઝર તેમજ ઝોનલ ઓફિસરઓની સાથે બેઠક કરી ભઓઢઅઅ.બતના ઉપયોગ તેમજ વિવિધ ચૂંટણીલક્ષી મુદ્‌ાઓ ઉપર માર્ગદર્શન પૂરૂ પડયું હતું.

આ સાથે જિલ્‍લા ચૂંટણી અધિકારીએ 18-19 વયજૂથના મતદારોની વધુમાં વધુ નોંધણી માટે સઘન પ્રયત્‍નો કરવા માર્ગદર્શન પૂરૂ પાડેલ. આ પ્રસંગે નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી આર.જી.આલ., પ્રાંત અધિકારી અમિત જોશી, મામલતદારલાઠી, બાબરા તથા ચૂંટણી શાખાના નાયબ મામલતદારઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

error: Content is protected !!