Main Menu

અમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી

કમાણી સાયન્‍સ એન્‍ડ આર્ટસ કોલેજમાં ફરજ બજાવતાં

અમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી

સરકારી નોકરી આપવાની લાલચ આપીને મસમોટી રકમ ઓળવી ગયાની ફરિયાદ નોંધાઈ

ભાવનગરનાં વતની એવા પ્રોફેસર સંજય દવેએ 1પ0 જેટલા બેરોજગાર યુવકોને છેતર્યા

અમરેલી, તા. 14

ભાવનગરમાં રહેતા અને અમરેલીની કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સંજયભાઈ ધીરજલાલ દવેનું તાજેતરમાં કેટલાક શખ્‍સોએ શિહોર તાલુકાના વળાવડ ગામેથી અપહરણ કરી લઈ જવાયા હતા અને એક વાડીમાં લઈ જઈ નાણાની લેતીદેતી મામલે માર મારી છોડી મુકયા હતા.

આ મામલે ફરિયાદી પ્રોફેસર બન્‍યા હતા. જયારે 1પ0 જેટલા નોકરી વાચ્‍છુકો પાસેથી આ પ્રોફેસરે કરોડોની રકમ લઈ તેઓને નોકરી ન અપાવી રૂપિયા પણ પરત ન કર્યા હોવાની બી. ડીવીઝન પોલીસ મથકમાં કૌશીકભાઈમનુભાઈ જોષીએ છેતરપીંડી-વિશ્‍વાસઘાતની પ્રોફેસર સામે ફરિયાદ નોંધાવી છે.

પ્રોફેસર સંજયભાઈ દવેએ ગુજરાત સરકાર તથા કેન્‍દ્ર સરકારના પત્રો જેમાં રાષ્‍ટ્રીય ચિન્‍હો તેમજ તેમાં સરકારી કચેરીઓના બનાવટી રબ્‍બર સ્‍ટેમ્‍પ બનાવીને તેનો ઉપયોગ કરી ખોટા દસ્‍તાવેજો બનાવી તેમાં ગાંધીનગરનો અલગ અલગ કચેરીઓના હોદા દર્શાવી તેમાં ખોટી સહીઓ કરી નોકરી વાચ્‍છુકોને નિમણૂંક પત્રો તેમજ તાલીમ અંગેના ખોટાદસ્‍તાવેજો સાચા તરીકે પોસ્‍ટ મારફતે અને રૂબરૂ આવી આપી કુલ રૂા. પ,ર7,ર0,000ની રકમ ઓળવી જઈ ફરિયાદી તથા સાહેદો સાથે વિશ્‍વાસઘાત-છેતરપીંડી કરી અગાઉથી ષડયંત્ર રચી ગુન્‍હો કર્યા બાબતની ફરિયાદ બી. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે.

પ્રોફેસર સંજયભાઈ દવેના અપહરણ મામલે રર શખ્‍સો સામે ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં પોલીસે અળવેશ ધનજીભાઈ જાની, અજય રમેશભાઈ જાની, નરેશ પરશોતમભાઈ જાની, રમેશ ધનજીભાઈ જાની, હરગોવિંદભાઈ જાનીની ધરપકડ કરી રિમાન્‍ડ લેવાયા હતા.



(Next News) »