Amreli Express

Daily News Papers

સમાચાર

આચારસંહિતાનાં ભંગની ‘‘ઓનલાઈન” ફરિયાદ થઈ શકશે

કેન્‍દ્રીય ચૂંટણીપંચ ડીઝીટલ ઈન્‍ડિયા અંતર્ગત આધુનિક સ્‍વરૂપ પકડી રહૃાું છે

આચારસંહિતાનાં ભંગની ‘‘ઓનલાઈન” ફરિયાદ થઈ શકશે

કોઈપણ નાગરિક નામ જણાવીને અથવા તો અનામ રહીને પણ ઓનલાઈન ફરિયાદ કરી શકશે

મતદારોને લોભ, લાલચ કે ધાક ધમકી આપવામાં આવે તો તુરત જ જાણ કરવા અનુરોધ કરાયો

અમરેલી, તા. 14

આગામી લોકસભાની સામાન્‍ય ચૂંટણીઓ દરમિયાન કોઈપણ ઉમેદવાર અથવા તો કોઈપણ વ્‍યકિત આચારસંહિતાનો ભંગ ન કરેકે અન્‍ય ચૂંટણીને લગત નિયમોનો ભંગ કરતાં જણાય આવે તો કોઈપણ નાગરિક પોતાનું નામ જાહેર કરીને અથવા તો નામ જાહેર કર્યા સિવાઈ ઓનલાઈન એન્‍દ્રોઈડ એપ્‍લીકેશન ઘ્‍વારા ફરિયાદ કરી શકે તેવું આયોજન ચૂંટણીપંચ ઘ્‍વારા કરવામાં આવેલ છે.

આ એપ્‍લીકેશન ગુગલ પ્‍લે સ્‍ટોર ઉપરથી મોબાઈલમાં ડાઉનલોડ કરવી અને આ એપ્‍લીકેશન ઘ્‍વારા નાગરિકો પોતાના મતદાર વિધાનસભા મત વિભાગમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આચારસંહિતાના ભંગની ઘટનાઓ આ એપ્‍લીકેશનના માઘ્‍યમથી લાઈવ ફોટો અથવા વિડીયો રેકોર્ડ કરી ફરિયાદ સ્‍વરૂપે મોકલી શકશે.

આ એપ્‍લીકેશન મારફત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ ઉમેદવાર કે અન્‍ય લોકો મતદારોને નાણા વિતરણ કરતાં હોય કે ઉપહાર અથવા ગીફટ વિતરણ કરતાં હોય, દારૂનું વિતરણ કરતા હોય, પરવાનગી વિના પોસ્‍ટર અથવા બેનરો લગાવતાં હોય, પરવાનગી વગરનાં વાહનો કે પછી પેઈડ ન્‍યુઝ, મિલ્‍કતનો દુરઉપયોગ, મતદાનનાં દિવસે મતદારોને મતદાન મથકે લઈ જવા અંગે, મતદાન મથકની ર00 મીટરનાં વિસ્‍તારમાં ચૂંટણી પ્રચાર, સમયપૂર્ણ થયા બાદ ચૂંટણી પ્રચાર, ધાર્મિક/કોમી વકતવ્‍ય અથવા તો સંદેશા આપતા હોય, મંજુરી વગર માઈક વગાડવા કે પછી એકરાર કર્યા સિવાયનાં પોસ્‍ટર લગાડવા જેવી બાબતો અંગે આ એપ્‍લીેશકન મારફત ફરિયાદ કરી શકશે.

આ એપ્‍લીકેશનઘ્‍વારા ચૂંટણી પંચને ફરિયાદ મળ્‍યાનાં 100 મીનીટની અંદર જ ફરિયાદનું નિવારણ કરવામાં આવશે.

આ ઉપરાંત ચૂંટણી, મતદાર યાદી સબંધી માહિતી ફરિયાદ માટે ટોલ ફ્રી નં. 19પ0 ઉપર પણ ફોન કરી શકાશે. તથા ચૂંટણી લડતાં ઉમેદવારનાં ખર્ચ સબંધી માહિતી- ફરિયાદ ટોલ ફ્રી નં. 1800- ર33-ર89ર ઉપર ફોન કરી શકો છો તેમ અમરેલી ચૂંટણી શાખા ઘ્‍વારા જણાવાયું છે.

error: Content is protected !!