Main Menu

જાંજરડા ગામનાં પુલ પાસેથી દેશી તમંચા સાથે એક શખ્‍સ ઝડપાયો

અમરેલી, તા.14

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી-19 અનુસંધાને પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા અને પેટ્રોલીંગ દરમિયાન કડક વાહન ચેકીંગ હાથ ધરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે ગઈ કાલ તા.14/3ના રોજ અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પો. ઈન્‍સ. ડી.કે. વાઘેલા તથા એલ.સી.બી. સ્‍ટાફ રાજુલા પો. સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન બાતમી રાહે હકીકત     મળેલ કે એક ઈસમ પોતાના મોટર સાયકલની ડીકીમાં દેશી બનાવટનો તમંચો રાખી રાજુલાથી જાંજરડા ગામ તરફ જાય છે. તેવી ચોકકસ બાતમી મળતાં વડલીથી જાંજરડા રોડ ઉપર જાંજરડા ગામના પુલ પાસે વોચ ગોઠવી બાતમીમાં જણાવેલ વર્ણન    વાળા ઈસમને પોતાના મોટર સાયકલની ડીકીમાં રાખેલ દેશી તમંચા સાથેઝડપી લીધેલ છે.

પકડાયેલ આરોપી ભુપત ભગવાનભાઈ રાઠોડ (ઉ.વ.3પ) રહે. કડીયાળી એક દેશી બનાવટનો તમંચો કિં. રૂા. 1,000 તથા એક હીરો સીડી ડીલકસ મો.સા. રજી. નં. જી.જે. 14 એ.ઈ. 06રપ કિંમત રૂા. 30,000 તથા એક મોબાઈલ ફોન કિંમત રૂા. 1,પ00 મળી કુલ કિંમત રૂા. 3ર,પ00ના મુદામાલ સાથે પકડાયેલ ઈસમ વિરૂઘ્‍ધ આર્મ્‍સ એકટ તળે કાર્યવાહી કરી આરોપી અને મુદામાલ વધુ તપાસ અર્થે રાજુલા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.