Main Menu

સાવરકુંડલાશહેરમાં પૈસાની લેવડ-દેવડનાં મનદુઃખનાં કારણે યુવાન સહિતનાં ઉપર હુમલો કરાયો

અમરેલી, તા. 14

સાવરકુંડલા ગામે હાથસણી રોડ ઉપર રહેતા અને મજુરી કામ કરતા વિજય વિનુભાઈ ડોડીયા નામના 30 વર્ષિય યુવકનાં પિત્રાઈ ભાઈ સાથે તે જ ગામે રહેતાં મહેશ બાબુભાઈ ડોડીયાને ધંધાનાં પૈસાની લેવડ-દેવડ બાકી હોય જે બાબતનું મનદુઃખ રાખી બુધવારે સવારે કિરીટ ખોડીદાસભાઈ ચીત્રોડા, લલીત ખોડીદાસભાઈ તથા મહેશ બાબુભાઈ યુવક તથા અન્‍યને પાઈપ વડે તથા ઢીકાપાટુનો આડેધડ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તો સામાપક્ષે પણ કિરીટભાઈ ખોડીદાસભાઈ ચિત્રોડાએ પણ આ જ બનાવનાં કારણે વિજયભાઈ વિનુભાઈ ડોડીયા સહિત 4 ઈસમોએ તેમને પણ આડેધડ માર મારી મુંઢ ઈજા કર્યાની સામી            ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાવી છે.