Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

માઘ્‍યમિક શિક્ષક સંઘ ર્ેારા ધો. 1ર અને ધો. 10નાં વિષયનાં પેપર તપાસવામાં નહીં આવે

વિવિધ પડતર માંગણીને લઈને સરકારનું નાક દબાવ્‍યું

માઘ્‍યમિક શિક્ષક સંઘ ર્ેારા ધો. 1ર અને ધો. 10નાં વિષયનાં પેપર તપાસવામાં નહીં આવે

રાજયનાં લાખો વિદ્યાર્થીઓની કારકીર્દી પર જોખમ ઉભું થયું

અમરેલી, તા. 14

ગુજરાત રાજય ઉચ્‍ચતર માઘ્‍યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, ગુજરાત રાજય માઘ્‍યમિક શિક્ષક સંઘમહામંડળના પ્રમુખ દિનેશભાઈ ચૌધરી તથા બંને મહામંડળના મહામંત્રી રમેશચંદ્ર ઠક્કર, સુરેશભાઈ પટેલ સંયુકત નિવેદનમાં જણાવે છે કે ગ્રાન્‍ટેડ શાળાઓના શિક્ષણ સહાયકોને વેતન ભેદ, સળંગ નોકરી, નોકરીમાં ફાજલનું કાયમી રક્ષણ અને નિવૃતિ સમયે 300 રજાઓનું રોકડમાં રૂપાંતર એમ ચાર પડતર માંગણીઓ અંગે છેલ્‍લા બે દિવસથી શિક્ષણમંત્રી તથા નાયબ મુખ્‍યમંત્રી સમક્ષ રજૂઆતો ચાલે છે, છતાં આજદિન સુધી હજુ કોઈ નક્કર પરિણામ પ્રાપ્‍ત ન થતા ધોરણ 10 અને 1રની બોર્ડની પરીક્ષાનું પેપર ચકાસણી કામગીરીનો બહિષ્‍કાર ચાલુ રાખેલ છે, તેના અનુસંધાને ધો. 1ર વિજ્ઞાન પ્રવાહની તા. 16 માર્ચથી શરુ થનાર ભૌતિક વિજ્ઞાન, 18 માર્ચથીશરુ થનાર રસાયણ વિજ્ઞાન અને 19 માર્ચથી શરુ થનાર જીવ વિજ્ઞાન વિષયની ઉતરવહીચકાસણી કોઈપણ સંજોગોમાં ચાલુ થઈ શકશે નહી, જે જિલ્‍લાઓમાં મઘ્‍યસ્‍થ મુલ્‍યાંકન કેન્‍દ્ર હશે ત્‍યાં બંને મહામંડળના હોદેદારો પીકેટીંગ કરી પેપર ચકાસણીનો બહિષ્‍કાર કરશે, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પરિણામમાં વિલંબ થવાથી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ અને ઉચ્‍ચ શિક્ષણની પ્રવેશ પ્રક્રિયામાં મુશ્‍કેલી નડશે તેની જવાબદારી સરકારની રહેશે.

error: Content is protected !!