Amreli Express

Daily News Papers

સમાચાર

આલે લે : ખાંભાનાં રાણીંગપરા ગામે ઉનાળના શરૂઆતમાં જ પીવાના પાણીની તંગીથી મહિલાઓ પરેશાન

ગામજનોને એક કિમી દૂર પાણી ભરવા જવું પડે છે

આલે લે : ખાંભાનાં રાણીંગપરા ગામે ઉનાળના શરૂઆતમાં જ પીવાના પાણીની તંગીથી મહિલાઓ પરેશાન

ખાંભા, તા.14

ખાંભાના રાણીંગપરા ગામે ગ્રામ પંચાયતનો ટાંકો અને પાણીની લાઈનમાંથી ગામજનો પાણી મેળવી રહયા છે. ત્‍યારે રાણીંગપરાથી અડધો કિમી દૂર પશુપાલન અને ખેતી અને ઘેટા-બકરા પાળી પરિવારજનોનું ગુજરાન ચલાવતા ભરવાડ સમાજની વસ્‍તીવાળા ભરવાડપરામાં 1000 પશુઓ અને 100 વ્‍યકિતઓનાં વસવાટ વાળા વિસ્‍તારમાં રાણીંગપરા ગ્રામ પંચાયત દ્વારા પાણી પાઈપ લાઈન નાખેલ ન હોવાથી ભરવાડ પરાની મહિલાઓને એક માત્ર ખાનગી ડંકીના પાણીથી કામ ચલાવવું પડે છે.

રાણીંગપરા ગ્રામ પંચાયતની અંડરમાં આવતા અને ઉંચા ડુંગર ઉપર વસેલા ભરવાડ સમાજના પરિવારોએ પોતાના અને પાલતુ પશુઓ માટે પાણીના બોર 1000 ફુટ જેટલી કરાવેલ પરંતુ પાણીના તળ ઉંડા હોવાથી અને ચાલુ સાલે ઓછા વરસાદના કારણે ઉનાળાના પ્રારંભે જ બધી ખાનગી ડંકીઓમાં પાણી નહોવાથી એક માત્ર ખાનગી ડંકીના પાણીના સહારે ગામજનો જીવન વિતાવી રહયા છે.

ગામજનોના ખેતીમાં ઉપયોગમાં લેવાતા ટ્રેકટર, બળદગાડા અને મોટર સાયકલ ઉપર ગામથી એકાદ કિમી દૂરથી પાણી લાવવું પડતું હોય. સ્‍થાનિક ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત ખાંભા દ્વારા રાણીંગપરાના ભરવાડ પરાના લોકોની પાણીની સમસ્‍યા વહેલી તકે ઉકેલવામાં નહીં આવે તો હજી તો આખો ઉનાળો વિતાવવાનો હોય ગામજનો પાણીની તંગીના કારણે ગામજનોને હિજરત કરવાનો સમય આવે તે પહેલા ભરવાડ પરાના લોકોની પાણીની સમસ્‍યા દૂર થાય તેવી ગામજનોની માંગણી છે.

error: Content is protected !!