Amreli Express

Daily News Papers

સમાચાર

સાવરકુંડલામાં એલ્‍ડરલી હોમ કેર આસિસ્‍ટન્‍ટ કોર્સનાં સ્‍ટુડન્‍ટનો વિદાય સમારંભ યોજાયો 

એલ્‍ડરલી હોમ કેર આસિસ્‍ટન્‍ટ કોર્સના બે મહિના પહેલા ઓપનિંગ કરવામાં આવ્‍યું હતું. જેમાં જોઈન્‍ટ થનાર તમામ સ્‍ટુડન્‍ટોને ટીમ દ્વારા ર મહિનાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં સાવરકુંડલા બ્રાન્‍ચ દ્વારા વિદ્યાર્થીઓને કિલનિકલ તાલીમ અને થિયરી તાલીમ આપવામાં આવી હતી. અને બે મહિનાની ટ્રેનિંગ બાદ કોર્સનું સમાપન કરવામાં આવ્‍યું અને જોઈન્‍ટ થનાર સ્‍ટુડન્‍ટોનો વિદાય સમારંભ ડો. વડેરાના અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો. સૌ પ્રથમ તો કાશ્‍મીરના પુલવામામાં કે સૈનિકો જે શહીદ થયા છે તે વીર જવાનોને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરી હતી. ત્‍યારબાદ ડો. વડેરાના વરદ હસ્‍તે અને ઉપસ્‍થિત ડોકટરના વરદ હસ્‍તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. અને વિદાય સમારંભ અમદાવાદથી પધારેલ પ્રોજેકટ હેડ મનીષાબેન સોલંકીનું સ્‍વાગત પૂજાબેન મેહુલભાઈ વ્‍યાસ દ્વારા શાલઓઢાડીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તેમજ ઉપસ્‍થિત ડો. વડેરા, ડો. રાવલ, ડો. પીપળીયા, ડો. રાજપુરા, ડો. રાયઠઠ્ઠા, ડો. તરસરીયા અને શ્રઘ્‍ધા પંચાલ, ખુશી સુરાની સહિતનું પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માન કર્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સર્ટિફીકેટ આપીને પ્રોત્‍સાહિત કરવામાં આવેલ અને તમામ કાર્યક્રમનું સ્‍ટેજ સંચાલન કાજલ વેકરીયાએ કર્યું હતું. અને બે મહિનાની ટ્રેનિંગ દરમિયાન સહયોગથી શીખવા મળ્‍યું તેઓનો આભાર વ્‍યકત કરાયો હતો અને આ કોર્સ તદન નિઃશૂલ્‍ક હતો અને આ કોર્સ દરમિયાન નર્સ પદ્માબેન ખત્રીએ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. સમગ્ર આયોજનને ડો. વડેરા અને ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, સાવરકુંડલા શાખાના સેક્રેટરી મેહુલભાઈ વ્‍યાસે સફળ બનાવેલ અને આંસુ વેળાએ સમગ્ર વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી.

error: Content is protected !!