Amreli Express

Daily News Papers

સમાચાર

તીર્થભૂમિ સારંગપુરમાં ફૂલદોલ ઉત્‍સવની તડામાર તૈયારી

આગામી ર1 માર્ચના રોજ તીર્થભૂમિ સારંગપુરમાં આ વર્ષે પણ ફુલદોલ ઉત્‍સવ ભવ્‍યતાપુર્વક ઉજવાશે. આ પ્રસંગે દેશ-પરદેશથી હજારો ભકતો ફુલોકી હોલીથી રંગાવા માટે પધારશે. એવી ધારણા છે. તીર્થભૂમિ સારંગપુરમાં ભગવાન સ્‍વામિનરાયણના સમયથી આ ઉત્‍સવ ખુબ જ ભવ્‍યતા અને દિવ્‍યતા સાથે ઉજવાતો આવ્‍યો છે. તેમણે અનેક વાર ફુલદોલ ઉત્‍સવ કરીસારંગપુર ગામને તીર્થત્‍વ આપ્‍યું છે. તે સમયે પણ ગામો ગામથી હરિભકતો આ ઉત્‍સવમાં લાભ લેવા પધારતા, શ્રીહરિ પોતે સંતો-ભકતો સાથે સંગે રમીને બધાને અલૌકિક સુખ આપતા. આ જ પ્રાસાદિક ભૂમિમાં આજે પણ ભગવાન સ્‍વામિનારાયણીયએ ઉત્‍સવ પરંપરાને તેમના જ આઘ્‍યાત્‍મિક અનુગામી મહંતસ્‍વામી મહારાજે જીવંત રાખી છે. હરિભકતોને પણ આ અવસરે રંગાવાનો અનેરો ઉત્‍સાહ હોય છે. એટલા માટે વિશ્‍વના દરેક ખંડથી હરિભકતો સારંગપુરમાં ઉત્‍સવનો લાભ લેવા પધારે છે. સાથે – સાથે ભારતના અનેક પ્રદેશોથી પણ ભકતસમુદાય અહીં પધારે છે. તેમાંથી કેટલાક પદયાત્રા, સાયકલ યાત્રા કે બાઈક યાત્રા કરીને આ ઉત્‍સવમાં સામેલ થાય છે. બાળકો અને યુવાનો પણ ખુબ જ મોટી સંખ્‍યામાં પધારે છે. આ ઉત્‍સવ તેઓના જીવનનું એક અમુલ્‍ય નજરાણું બની રહે છે. પ.પૂ. મહંતસ્‍વામી મહારાજની આજ્ઞાથી પરંપરાગત રીતે પાણીથી ઉજવાતો આ ઉત્‍સવ આ વખતે ફુલો દ્વારા ઉજવવામાં આવશે. સ્‍વામી ફુલોકી હોલી દ્વારા ભકતોને દિવ્‍ય સુખની લ્‍હાણી કરાવશે. અત્રે ઉલ્‍લેખનીય છે કે બોટાદ અને ધંધુકા ક્ષેત્રમાંથી છેલ્‍લા એક મહિનાથી સ્‍વયસેવકો અને સ્‍વયંસેવિકાઓ રોજ પોતાની સેવા આપી રહયા છે. વળી સંતો ભકતો તપવ્રત કરતાં કરતાં આ સેવાઓ કરી રહયા છે. આટલી મોટી સંખ્‍યામાં આવનાર હરિભકતોની વ્‍યવસ્‍થાપુરી પાડવા અત્‍યારે સારંગપુરમાં મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે. વ્‍યવસ્‍થાને સુચારૂ બનાવવા માટે 30 જેટલા સેવા વિભાગોની રચના કરવામાં આવી છે. વિવિધ ક્ષેત્રોના નિષ્‍ણાંત અને અનુભવી સેવકો આ વિભાગોમાં સેવા આપી રહયા છે. 10 લાખ ચોરસફુટના વિશાળ મેદાનને સ્‍વચ્‍છ અને સમતળ કરી સભામંડપ તરીકે ઉપયોગમાં લેવાયું છે. ટ્રાફિકના પ્રશ્‍ને પહોંચી વળવા સુંદર પાર્કિંગની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સારંગપુર ગામની બન્‍ને દિશાઓમાં વિશાળ પાર્કિંગ પ્‍લોટની રચના કરવામાં આવી છે. આટલી મોટી સંખ્‍યામાં જયારે ભાવિકો સારંગપુરમાં પધારી રહયા છે. ત્‍યારે ભકતોના સ્‍વાસ્‍થ્‍યને ઘ્‍યાનમાં રાખી તબીબી વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. અહીં મેડિકલ વિભાગના નિષ્‍ણાંત તબીબો અને મેડિકલ વાન પણ ચોવિસ કલાક સેવામાં રહેશે. તે સિવાય સભાવ્‍યવસ્‍થા, પાકશાળા, પુછપરછ વગેરે વિભાગોના સંતો-સ્‍વયંસેવકો ઉત્‍સાહપુર્વક રાત-દિવસ ખડે પગે રહી સેવા કરી રહયા છે. પુરૂષોની સાથે મહિલા હરિભકતો પણ અનેરો ઉત્‍સાહ સાથે શ્રમ અને સવાયજ્ઞમાં જોડાયા છે. સમગ્ર મંદિર પરિસરમાં ઉત્‍સાહ, આનંદ અને ભકિતભાવના તરંગો ઝિલાઈ રહયાં છે. સર્વત્ર ઉત્‍સવનો માહોલ જામ્‍યો છે. પ.પૂ. મહંતસ્‍વામી મહારાજ રોજ સવારે પઃ30 વાગ્‍યે પ્રાત : પૂજા દર્શનનો લાભ આપશે. પ્રમુખસ્‍વામી મહારાજવિદ્યામંદિરની બાજુના વિશાળ મેદાનમાં આ ઉત્‍સવની મુખ્‍ય સભા થશે. ઉત્‍સવ સભા તા.ર1 મીએ સાંજે 4 વાગે શરૂ થશે. ત્‍યાં સદ્ગુરૂ સંતોના પ્રેરક પ્રવચનો, ગુરૂહરિના આશીવર્ચન અને પુષ્‍પદોલોત્‍સવનો લાભ પ્રાપ્‍ત થશે.

error: Content is protected !!