Amreli Express

Daily News Papers

સમાચાર

રોષ : વડીયાનાં સુરગપરા વિસ્‍તારમાં ધમધમતી મીની ઓઈલ મીલથી સ્‍થાનિકોમાં નારાજગી

રોષ : વડીયાનાં સુરગપરા વિસ્‍તારમાં ધમધમતી મીની ઓઈલ મીલથી સ્‍થાનિકોમાં નારાજગી

પ્રદુષણના કારણે જનઆરોગ્‍ય પર ગંભીર ખતરો ઉભો થયો

અમરેલી, તા.14

વડિયાના સુરગપરા વિસ્‍તારમાં છેલ્‍લા કેટલાક સમયથી મીની ઓઈલ મીલનો તેલ કાઢવાનો ધાણો આવેલ છે. જેના કારણે આસપાસના વિસ્‍તારમાં રહેતા લોકોને પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહયો છે. વિસ્‍તારના લોકોનું કહેવું છે કે તેલના મિલ ધાણાના લીધે નાના બાળકો અને વૃઘ્‍ધોને દિવસ દરમિયાન ખુબજ તકલીફ પડે છે. પ્રદુષણ તેમજ ધુમાડાના કારણે લોકો શ્‍વાસલેવામાં પણ તકલીફ પડે છે. તેમજ સતત ઓઈલ મીલ શરૂ હોવાન કારણે ઘરોમાં ભુકંપ જેવિ ધ્રુજારીઓ આવે છે. જેના લીધે નાના બાળકો અને વૃઘ્‍ધોને પુરતા પ્રમાણમાં ઉંઘ પણ થતી નથી. ઉંઘ ના થવાને કારણે અવાર-નવાર બિમારીનો ભોગ બને છે. ત્‍યારે અમોએ આ અંગે વડિયા મામલતદારને લેખીત રજુઆત ફરિયાદ કરવા છતાં અમોને ન્‍યાય     મળતો નથી. અહીંના વિસ્‍તારના લોકોએ બે મહિના અગાઉ વડિયા મામલતદારને લેખીત રજુઆત ફરીયાદ કરવા છતાં અમોને ન્‍યાય મળતો નથી. અહીંના વિસ્‍તારના લોકોએ બે મહિના અગાઉ વડિયા મામલતદારને લેખીત રજુઆત કરેલ છે. તેમજ આ અંગે અમરેલી કલેકટર જિલ્‍લા પોલીસ વડાને પણ લેખીત રજુઆત ફરીયાદ કરેલ છે. જેને પણ બે મહિના ઉપરનો સમય થયેલ છે. છતા પણ અમારો પ્રશ્‍ન હલ નહી થતા આજે ફરીથી વડિયા મામલતદારને લેખીત રજુઆત કરવા મહિલાઓ આવી ચડી હતી. જયારે આ અંગે વડિયા મામલતદાર ડાંગર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્‍યું હતું કે આ અંગે મીલ માલીકને બોલાવી એની સાથે ચર્ચા કરી આ પ્રશ્‍નનો હલ કરવા માટે પ્રયત્‍ન કરીશ જયારે લોકોના પ્રશ્‍નો સતવારે ઉકેલ આવે તેવી વિસ્‍તારના લોકોની માંગણી ઉઠી છે. આજે મહિલાઓ વૃઘ્‍ધ નાના બાળકો સહિત મામલતદાર કચેરી ખાતે રજુઆત કરવા પહોંચીયા હતા.

error: Content is protected !!