Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

અમરેલી પાલિકામાં કરોડો રૂપિયાનાં ભ્રષ્‍ટાચારનો આક્ષેપ

જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસાની ઉઘાડી લૂંટ થયાના આક્ષેપથી ચકચાર

અમરેલી પાલિકામાં કરોડો રૂપિયાનાં ભ્રષ્‍ટાચારનો આક્ષેપ

પાલિકાનાં પ્રમુખ, ચીફ ઓફીસર, ઈજનેર, ડુડા શાખાના અધિકારી સહિત સામે શંકાની સોય

આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ એસીબીનાં નિયામકને કરી ફરિયાદ

અમરેલી, તા. 13

અમરેલીનાં આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ એસીબીનાં નિયામકને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, અમરેલી શહેરની નગરપાલિકા ઘ્‍વારા વર્ષ ર016-17-18માં સરકારની વિવિધ જુદી જુદી 6 જેટલી શહેર વિકાસની યોજનામાંથી ઉપરોકત વર્ષના સત્તાધીશો અને અધિકારીઓએ બ્‍લોક રોડ, સીસી રોડ, સ્‍ટ્રીટ રોડ વગેરે કામમાં ગેરકાયદેસરસમિતિઓ રચી અને વિવિધ બિલોના ખર્ચાઓ નાખી ભ્રષ્‍ટાચાર આચર્યાની ફરિયાદો સંબંધિત વિભાગને આપતો રહેલ. જેની તપાસ કરવામાં ન આવતા ને ગુજરાત હાઈકોર્ટમાં સ્‍પેશીયલ સિવિલ એપ્‍લીકેશન (એસસીએ) નંબર ર8ર8પ/ર018 તપાસ કરવા દાખલ કરેલ. જે કામે ગુજરાત હાઈકોર્ટ ઘ્‍વારા સ્‍પેશીયલ સિવિલ એપ્‍લીકેશન ર0079/ર018 તા. ર0/1ર/18ના ઓરલ ઓર્ડર મુજબ છ અઠવાડીયામાં સબંધિત વિભાગને તપાસ કરવા જણાવેલ. જે સબંધમાં પ્રાદેશિક કમિશનર ભાવનગર ઘ્‍વારા રૂા. 70,64,909ની તા. 13/ર/19 પ્રા. કમી/નપા/અમરેલી/નપા-70(ર) તપાસ કેસ નંબર 1/ર018/1991ના કારણદર્શક નોટીસ પ્રમુખ અમરેલી નગરપાલિકાને કાઢવામાં આવેલી જેની સુનાવણી શરૂ છે. પરંતુ ખરેખર આ કૌભાંડમાં નગરપાલિકાના પ્રમુખ, ચિફ ઓફિસર, બાંધકામ ઈજનેર, નાકાઈ બાંધકામ માર્ગ મકાન, (સ્‍ટેટ) અને ડુડા શાખા અમરેલીના અધિકારી સામેલ હોવાથી અને તેઓ બધી જ બાબતો નિયમો જાણતા હોવા છતાં જાણી જોઈ સરકારના રાષ્‍ટ્રીય નાણાનો આર્થિક લાભ પોતાના મળતીયાને આપેલ છે અને આ નાણામાંથી આ લોકો બેનંબરની સંપતિ એકઠી કરેલ છે. ખરેખર મારી રજુઆતની તપાસ થાય તો રૂા. 3,પપ,ર0,409 વસુલવા ઉપરોકત તમામ જવાબદાર વ્‍યકિતઓ પાસેથી વસુલાત કરવાની થાય તેમ છે.

વધુમાં જણાવેલ છે કે, ચીફ ટાઉનપ્‍લાનર ગુજરાત રાજયનાં નોટીફિકેશન તા. 13/7/17 ગાંધીનગરના નકશા જોતા અમરેલી નગરપાલિકા હદ વિસ્‍તારમાં સર્વે નં. 47પ/1 વાળી બિનખેતી જમીન પાલિકા એરીયામાં આવતી જ નથી. તેમજ આ જમીન તા. 3/3/1પનાં બાંધકામ મુદત વધારા અનુસાર તા. રપ/પ/1પ સુધીની 07/1ર માં નોંધ પડેલ છે જે અમૃતબેન ડાયાભાઈનાં નામે છે. તો મન રેસી. હદ એરીયામાં આવેલ નથી તો પણ રૂા. 4પ,89,પ7ર ના ઓજી. ગ્રાન્‍ટ માનવ વસાહત વગરના બિલ્‍ડર લોકોને સીસી રોડ બનાવેલ છે તેમજ સર્વે નં. પર4/1 હે.આરે ર-37-7પ વાળી બિનખેતી જમીન ધાનાણી શાંતિલાલ પોપટભાઈના નામે ચાલે છે. તેમા મન રેસી. 1 નાં રૂા. ર4,98,000 નાં રોડ સરકારનાં પરીપત્રો અવગણી            લોકફાળા વગર બનાવી દીધેલ છે. જેમાનાં ઠરાવ નં. ર10 તા. ર8/ર/17 મુજબ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગનાં નવા સચિવાલય ગાંધીનગરનાં નોટીફિકેશન તા. ર0/1/1પ મુજબ બાંધકામની મંજુરી આપવા ઠરાવે છે. તો માનવ વસાહત વગર રોડ બનાવવાના નિર્ણય પરથી સ્‍પષ્‍ટ થાય છે કે પોતે અને પોતાના સત્તા-હોદાનો દુરઉપયોગ કરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, ઓજી. ગ્રાન્‍ટનાં રૂા. 61,1પ,600 વર્ષ ર016/17નાં કુંકાવાવ ઓકટ્રોય નાકાથી વડેરા ગામને જોડતો રોડ બનાવી ગેરકાયદેસર મોજે અમરેલી ગામની ગૌચરનીજમીન સર્વે નં. 907/ર પર કલેકટર કે સરકારની મંજુરી વગર અંદાજે 7 મીટર પહોળો અને 600 મીટર લંબાઈનો સીસી રોડ માનવ વસાહત વગરનાં ગૌચર જમીન પરથી ઔદ્યોગિક અને એ સર્વે નં. 943 પૈકી 1 બિનખેતી હે.આરે. ર-37-7પ સર્વે નં. 943 પૈકી ર બિનખેતી હે.આરે. ર-37-7પ અને સર્વે નં. 948 પૈકી ર બિનખેતી હે.આર. ર-01-7રના માલિક મિહિરકુમાર ઉર્ફે મિહિશકુમાર શાંતિલાલ શાહ કે જેઓ વર્ષ ર017ની વેજલપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર હતા. તેમજ શરદભાઈ ધીરૂભાઈ ધાનાણી કે જેઓ અમરેલીનાં ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી અને ગુજરાત વિધાનસભાનાં વિપક્ષનેતાનાં નાના ભાઈ તેમજ અન્‍ય 1ર ભાગીદારો મળી 14 બિલ્‍ડરો-રાજનેતાઓની જમીનને બે જગ્‍યાએ જોડતો રોડ રૂા. 61,1પ,601નાં સરકાર ગ્રાન્‍ટમાંથી ખાનગી લોકોને લાભ આપી સત્તાનો દુરઉપયોગ કરી સરકારી ખર્ચે ગૌચરમાં દબાણ ઉભું કરી સરકારની છેતરપીંડી કરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, સર્વે નં. 186/ર બિનખેતી હે.આરે. 4-14-81 તેમજ સર્વે નં. 186/1 બિનખેતી હે.આરે. 1-61-89 છે જેના માલીક લવજીભાઈ હિરજીભાઈ પેથાણીનાં નામે છે. તો ખાનગી સ્‍કૂલને જોડતો (સેંટ મેરી ઈંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલ) રોડ રૂા. 9,14,800 વગર લોકફાળે તેમજ નિયમ વિરૂઘ્‍ધ બનાવેલ છે જે પણ ઓજી ગ્રાન્‍ટનાં નાણામાંથી બનેલછે.

વધુમાં જણાવેલ છે કે, ઓજી ગ્રાન્‍ટમાંથી બિનખેતી સર્વે નં. 117/1 પૈકી હે.આરે. 0-36-0પ જેના માલીક મનુભાઈ ગોવિંદભાઈ તળાવીયા વિગેરે કુલ પાંચ તેમજ સર્વે નં. 117/1 પૈકી ર પૈકી 1 હે.આર. 0-47-9પ જેના માલીક પ્રદિપ પરોશતભાઈ સોજીત્રા એન્‍જલ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરને રૂા. 11,44,પ00નાં સીસી રોડ નિયમ વિરૂઘ્‍ધ બનાવી પાલિકાને નુકશાન કરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, કવાોેકઅથ આઉટ ગ્રોથ ર016-17નાં કમ્‍પોસ્‍ટ યાર્ડમાં રૂા. 3પ,પ7,ર00નાં સીસી રોડ બનાવેલ છે. જેમાં નીચે ફાઉન્‍ડેશન કર્યા વગર અને તથા જગ્‍યા ઉપરથી પથ્‍થર હોવાનો તથા ઘનકચરાની જગ્‍યાએ રોડની જરૂરત ન હોવા છતાં ખાતરનાં યાર્ડમાં કોઈનાં ઘ્‍યાને ન આવે તેમ નીચે દબાયેલ છે તેવો ખોટો રોડ ભ્રષ્‍ટાચાર આચરી સરકારી નાણાનો દુરઉપયોગ કરેલ છે. તેમજ લાઈટનાં પોલ રૂા. 14,90,800નાં ખર્ચે .ભા કરેલ છે જે પણ સદંતર ખોટો ખર્ચ કરી ખોટી રકમ .ધારી સરકારી નાણાનો ભ્રષ્‍ટાચાર કરેલ છે.

કવાોેકઅથ આઉટ ગ્રોથ ગ્રાન્‍ટ વર્ષ ર016-17ના રૂા. 1,88,07,000 નાં ખર્ચે 19 જુદા-જુદા વિસ્‍તારોમાં સ્‍ટ્રીટ લાઈટનાં કામો કરેલ છે. એમાનાં કામોમાં હલકી ગુણવતાના વાયરો, ફયુઝ, બોક્ષ, પોલ તેમજ લાઈટો નોન ટ્રેડ વાપરી બીન ઉપયોગી અને બીજા ઓજી એરીયામાં ખર્ચ કરી સરકારી નાણાનો દુરઉપયોગ કરીભ્રષ્‍ટાચાર આચરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, ઘનશ્‍યામનગર, ચકકરગઢ રોડમાં બ્‍લોક (1) રોડ યુપીડી-78 મંજુરી ડુડા/વશી/ર010, તા. 11/8/16 (ર) રોડ યુડીપી-88 મંજુરી ડુડા/વશી/ ર004, તા. 11/8/ર016 એક રોડનું તમામનું યુડીપી-78નું બિલ તા. ર7/4/ર017થી તા. ર6/3/ર018ના થયેલ અને યુડીપી-88નું બિલ તા. ર7/4/ર017થી તા. ર6/3/ર018નાં રોડનાં કામનું બિલ થયેલ તેમજ જગ્‍યાએ 14માં નાણાપંચના ત્રણ પાર્ટમાં રૂા. 11,94,430 ના સીસી રોડ બનેલ તેના તા. 1પ/11/ર017ના રોજ પૂર્ણ થયેલ છે.

વધુમાં જણાવેલ છે કે, સુખનાથપરા, અમરેલી ડુડા/વશી/ 1968/ર016, તા. 11/8/ ર016નાં મંજુર યુડીપી-88 સુખનાથપરા સોસાયટી-16 રોડનાં કામ બ્‍લોક થયેલ તેમજ કામ યુડીપી-88 ડુડા/વશી/ર948/ ર017, સુખનાથપરા તેજ જગ્‍યાએ 16 સીસી રોડનાંક ામો થયેલ છે.

વધુમાં જણાવેલ છે કે, શાશ્‍વતનગર સોસાયટીનાં બ્‍લોક રોડ રૂા. રર,33,100નાં યુડીપી-88 ડુડા/વશી/ર010/ર016, તા. 11/8/ ર016નાં મંજુર થયેલ અને બીલ તા. ર7/4/ર017થી તા. ર3/3/ર018નાં થયેલ તેમજ સોસાયટીનાં રૂા. ર1,88,800 નાં સીસી રોડ ડુડા/વશી/ ર0પર/ર016 તા. 11/8/ર016નાં રોજ મંજુર કરેલ તેનું બિલ તા. 11/ર/ર017થી તા. 8/9/ર016નાં રોજ ચુકવાયેલ તેમજ જોઈન્‍ટ ગંગાનગર 14માંનાણાપંચની રૂા. 7,08,610 શાશ્‍વતનગરમાં કામ પૂર્ણ તા. 1પ/11/ર017નાં બતાવેલ છે.

વધુમાં જણાવેલ છે કે, શુભલક્ષ્મીનગર, ચકકરગઢ રોડનાં કુલ 11 રસ્‍તા યુડીપી-88 ડુડા/વશી/ ર010/ર016 મંજુર તા. 11/8/ ર016 બ્‍લોક થયેલ છે અને તેનું બીલ તા. ર7/4/ર017થી તા. ર6/3/ ર018નાં રોજ ચુકવાયેલ છે. તેજ શુભલક્ષ્મીનગરમાં સીસી રોડ ડુડા/વશી/ 1984/ર017 તા. 8/6/ર017ના કામ અન્‍ય જગ્‍યાએ મંજુર થયેલ તે શુભલક્ષ્મીનગરમાં સીસી રોડ (1) સંજય રામાણીનાં ઘરથી ચકકરગઢ રોડ (ર) ગગજી ગોંડલીયાનાં ઘરની સિઘ્‍ધિ વિનાયક હાઉસ (3) સંજય રામાણીનાં ઘરથી ચીમન સોજીત્રાના ઘરનાં નામથી સીસી રોડ બનેલ છે અને તેનુ બિલ તા. 1ર/4/ર018નાં રોજ તેનું બિલ રૂા. 30,પ0,136 એમ.વી. રેકર્ડથી ચુકવાયેલ છે. તેમજ ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણીની વર્ષ ર017/18ની શુભલક્ષ્મીનગરને બ્‍લોક રોડનાં રૂા. ર,પ0,000 બતાવેલ છે અને રોડ મરામતનાં રૂા. ર,પર,000 વર્ષ ર016-17નાં 14માં નાણાપંચમાંથી શુભલક્ષ્મી નગરમાં ખર્ચ કરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, માણેકપરા અમરેલી ડુડા/વશી/ 1968/ર016, તા. 11/8/ ર016નાં યુડીપી-88 મંજુરી મુજબ 11 રસ્‍તા માણેકપરા સોસાયટીનાં બ્‍લોક રોડ કામ થયેલ જેનું બિલ તા. ર7/4/ર017થી તા. ર6/3/ર018નાં સમયગાળામાં ચુકતે થયેલ સ્‍થળેયુડીપી-88ડુડા/વશી/ ર948/ર017, તા. 17/10/ ર017નાં મંજુરીની આ 11 રસ્‍તા સીસી રોડ બનાવેલ છે. તેમજ માણેકપરા કમલ રેફરીઝરેટર હું શ્રીનાથજી કૃપા હાઉસ એન્‍ડ સ્‍વામીનારાયણ મંદિર સીસી રોડ વર્ષ ર017-18માં નાણાપંચ ગ્રાન્‍માંથી પાર્ટ-1 રૂા. 19,49,900 અને પાર્ટ-રનાં રૂા. 14,47,700નો ખર્ચ પણ કરવામાં આવેલ છે. તેમજ માણેકપરા શેરી નં. 9નાં કાબરીયા ટ્રાવેર્લ્‍સથી દેવભૂમી પાન સેન્‍ટર ડુડા/વશી/1968/ર016/17 યુડીપી-88 તા. 11/8/ર016નાં 4 બ્‍લોક રોડ અને તેજ સ્‍થળ નામે 14માં નાણાપંચ રૂા. ર4,40,પ00 સીસી રોડ વર્ષ ર016/17નો ખર્ચ થયેલ છે.

વધુમાં જણાવેલ છે કે, કેરીયા રોડ યુડીપી-88 ડુડા/વશી/ ર010/ર016, તા. 11/8/ર016નાં કેરીયા રોડ વ્રજભૂમી સોસાયટી શેરી નં. 14 શંભુભાઈ સાવલીયાના ઘરે કેરીયા રોડ સંત ભોજલરામ પાર્ક પ્રફુલભાઈ ચોથાણીના ઘર, કેરીયા રોડ શ્રીનાજથી પાર્કથી નથુભાઈ          માંગરોળીયા, કેરીયા રોડ કિરણ પાથરનાં દવાખાનાથી બટુકભાઈ કથીરીયાનાં ઘર તેમજ વિદ્યુતનગર સોસાયટીથી જીતેન્‍દ્રભાઈ પલવારનાં ઘરથી હસુભાઈ રામાણીના ઘર ઉપરોકત કામો બ્‍લોકનાં રોડ થયેલ અને તેનું બિલ તા. ર7/4/ર017થી તા. ર6/3/ર018ના સમયગાળામાં ચુકવાયેલા અને તેજ ઉપર જણાવેલ સ્‍થળ અને સોસાયટીમાં યુડીપી-88 ડુડા/વશી/ર0પર/ર016તા. 11/8/ર016ના સીસી રોડનાં કામો કરેલ છે અને જેનું બિલ તા. 10/ર/ર017થી તા. 8/9/ર017ના સમયગાળામાં ચુકવાયેલ છે.

વધુમાં જણાવેલ છે કે, આમ સુખનાથપરાનાં 16 રસ્‍તા બ્‍લોક બનાવી 6 મહિનામાં ફરી સીસી બનાવવાની તેમજ માણેકપરાનાં 11 રસ્‍તાઓ બ્‍લોક બનાવી તોડી 6 માસમાં સીસી બનાવનાર કેરીયા રોડ વિસ્‍તારનાં વિદ્યુતનગર-ર રસ્‍તાઓ બ્‍લોક બનાવી સીસી બનાવેલ. શાશ્‍વતનગરનાં 6 રોડ બ્‍લોક બનાવી 6 માસમાં સીસી બનાવેલ. ઘનશ્‍યામનગરનાં 1 રોડ બ્‍લોક બનાવી નાણાપંપ 14માં ત્રણ પાર્ટમાં સીસી રોડનો ખર્ચ નાખેલ છે. શુભલક્ષ્મીનગરમાં પણ બ્‍લોક રોડ બનાવી 6 માસમાં સીસી રોડ બનાવી આમ 37 રસ્‍તાનાં અંદાજે રૂા. 1,ર0,રપ,600નાં બ્‍લોક રોડ બનાવી તોડી નાખી તેના ઉપર રૂા. 3,04,રપ,866 સીસી રોડ બનાવી સરકારની 1ર શરતો પૈકીની 8 શરતોને અવગણી પાલિકાને જાણી જોઈને નુકશાન કરેલ છે. તેમજ માર્કેટયાર્ડને રૂા. 8ર,પપ,000નાં અને ઓજી ગ્રાન્‍ટનાં રૂા. 81,74,900 મળી રૂા. 1,64,ર9,900 અને મન રેસીડેન્‍સી-1 અને ર નાં રૂા. 70,64,909 જે ત્રણ મળી રૂા. ર,34,94,809 અને બ્‍લોક રોડ બનાવી તોડી નાખેલ છે તે રૂા. 1,ર0,રપ,600 આમ મળીને કુલ 3,પપ,ર0,409નાં કામની રકમ કડક રીકવરી કરવાની થાય છે. જેમાં તેઓએ નિયમો તોડેલ છે. પાલિકા હદ બહાર બિલ્‍ડરો,રાજનેતાઓ વિગેરેને લાભ કરેલ છે અને પાલિકા અને સરકાર અને જનતાનો વિશ્‍વાસઘાત કરી દોઢ લાખની જનતાને યાતના વેઠવા મજબુર કરેલ છે. તેમજ સરકારના અમલી અધિકારીઓની જવાબદારી નકકી કરવા મારી માંગ છે. આમ છતાં કામગીરી કરનાર એજન્‍સીઓને ટાઈમ લીમીટો, એકસ્‍ટ્રા આઈટમો અને કન્‍સ્‍લટનને લાખો રૂપિયા ચુકવેલ છે. અને તા. ર8/ર/ર017ના ઠરાવ નં. 1પ9ની તમામ યોજનાકીય કામો સાર કવોલીટીમાં લોક ઉપયોગી અને ટકાઉ થયાના ખોટા ઠરાવો કરી કામગીરી બિરદાવી અને જનતાની આંખમાં ધુળ નાખી ગેરમાર્ગે દોરી આર્થિક લાભ નાણાકીય લઈ તમામ સદસ્‍યો, પદાધિકારીઓ અને અમલીકરણ અધિકારી અને જવાબદાર તમામ સામે કાયદાકીય પગલા ભરી રાષ્‍ટ્રીય નાણાનો સત્તાના જોરે અમરેલી પાલિકાના કરેલ રૂા. 3,પપ,ર0,409ની રીકવરી કરવા મારી અરજ છે. અને તેઓએ ગેરકાયદેસર સમિતિ રચી તા. રર/ર016ના ઠરાવ નંબર સ.સ.ઠ.નં. 1ઢપથી શહેરના બુઘ્‍ધિજીવીઓના નામે વિકાસ સમિતિ રચી તેઓનું ર00 લોકોનું જમણવાર કરી એક થાળીના રૂા. 400 લેખે રૂા. 80 હજારનો ખર્ચ કરેલ જે પાલિકાના સ્‍વભંડોળમાંથી કરેલ તેમજ અમરેલી શહેરમાં તા. 17/10/ર017ના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના દિવસના 14થી 1પઃ1પ કલાકે શહેરમાં પ્રવાસે આવેલ તેમ છતાં 14માં નાણાપંચમાં શહેરમાં રોશની કરવાનાખર્ચમાં રૂા. 4,ર6,000ના બીલ બનાવી ખર્ચ કરેલ જે નાણાપંચની ગાઈડલાઈનની વિરૂઘ્‍ધમાં છે. તેમજ વડાપ્રધાનની ફાયર સેફટીના નામે રૂા. 10,ર3,7પરનું ખાનગી કંપની ગોપાલ ફાયર એન્‍ડ સેફટી અમરેલીને બીલ ચુકવાયેલ છે.

આમ ખોટા બીલ બનાવી રાષ્‍ટ્રીય નાણાનો ભ્રષ્‍ટાચાર કરેલ હોય આ બાબતે આપ મુદાવાઈઝ મારા અરજીના કામે તપાસના કામે બોલાવશો ત્‍યારે તમામ કાગળ ઉપરના પુરાવા રૂપે રજુ કરીશ.

તો આ બાબત સંબંધિત પદાધિકારીઓ/અધિકારીઓ સામે તપાસ થવા આ તમામ મુદાઓ સાથે રજુઆત છે તેમ અંતમાં જણાવેલ છે.

error: Content is protected !!