Main Menu

ચમારડીમાં ભાજપનાં કદાવર નેતા વચ્‍ચે ચૂંટણીલક્ષી ચર્ચા ? 

લોકસભાની ચૂંટણીને લઈને જિલ્‍લાના રાજકારણમાં ગરમાવો આવી રહયો છે. તેવા જ સમયે જિલ્‍લા ભાજપના કદાવર નેતા દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, અશ્‍વિન સાવલીયા વિગેરેએ ચમારડી ખાતે આવેલ ભામાશા અને ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરા સાથે બેઠક કરી હતી. ત્‍યારે ભાજપના આગેવાનોએ લોકસભાની ચૂંટણીને લઈને ગોપાલભાઈ વસ્‍તરપરા સાથે બેઠક કરી હતી કે અન્‍ય કોઈ હેતુ હતો તેને લઈને રહસ્‍ય અકબંધ જોવા મળી રહયું છે. કદાચ નારણભાઈ કાછડીયાને રીપીટ ન કરવામાં આવે તો ગોપાલભાઈ વસ્‍તરપરાના નામને લઈને વિચારણા થઈ શકે તેમ હોય ભાજપ આગેવાનોની મુલાકાતથી અનેક તર્ક વિતર્ક થઈ રહયા છે.« (Previous News)