Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ‘ઘર ઘર કોંગ્રેસ’ કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશાનુસાર અમરેલી જિલ્‍લા કોંગ્રેસ દ્વારા શકિત પ્રોજેકટ અંતર્ગત ભભઘર ઘર કોંગ્રેસભભ મોબાઈલ એપ્‍લીકેશન માટે ત્રિમંદિર (દાદા ભગવાન) લીલીયા રોડ, અમરેલી ખાતે એક તાલીમ વર્ગનું આયોજન તા.પ/3ના રોજ સવારે 10:30 કલાકથી 1:30 એમ 3 કલાક બપોર સુધી જિલ્‍લાભરના કોંગી કાર્યકરો અને આગેવાનોને ઉપરોકત વિષયે માર્ગદર્શન આપવામાં આવેલ. પ્રદેશ સમિતિના પદાધિકારીઓ દ્વારા અમરેલી જિલ્‍લાના યુવા કાર્યકરોએ ઉપસ્‍થિત મહાનુભાવોને માર્ગદર્શન આપેલ. શરદભાઈ ધાનાણી, શરદભાઈ મકવાણા, જનકભાઈ પંડયા, લલિતભાઈ ઠુંમર, મનિષ ભંડેરી, રફીકભાઈ મોગલ, દલસુખભાઈ દુધાત વિગેરેએ આ અંગે ઉપસ્‍થિત કાર્યકરો સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સમગ્ર આયોજન માટે જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા તેમજ ભરતભાઈ હપાણી,જમાલભાઈ મોગલ, જયભાઈ ઠુંમર, વિપુલભાઈ પોંકીયા, સિઘ્‍ધાર્થ ઠાકર, જગદીશભાઈ વ્‍યાસ, જનકભાઈ પંડયા, ઈમ્‍તિયાઝભાઈ લાઠીએ જહેમત ઉઠાવેલ. આ તાલીમ વર્ગમાં તમામ તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ/ તાલુકા પંચાયત પ્રમુખો તથા સદસ્‍યો, નગરપાલિકાના પ્રમુખો તથા સદસ્‍યો, જિલ્‍લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, પૂર્વ જિલ્‍લા પંચાયત ઉપપ્રમુખ કેહુરભાઈ ભેડા, શંભુભાઈ ધાનાણી, ટીકુભાઈ વરૂ, જયેશ નાકરાણી, જગદીશ ડાભી, ઘનશ્‍યામ રાઠોડ, પ્રેમજીભાઈ સેંજલીયા, દિનેશભાઈ ભંડેરી, અશોકભાઈ ચાવડા, રાજુભાઈ દામોદરા, પ્રભાતભાઈ કોઠીવાળ તથા સિનિયર કોંગ્રેસી આગેવાનો દાઉદભાઈ લલીયા, ઠાકરશીભાઈ મેતલીયા, નારણભાઈ મકવાણા, નનકુભાઈ ઝાલાવાડીયા, હરીભાઈ સાંગાણી, સાંગાભાઈ સાવલીયા, જે.પી. ગોળવાળા, મોહનભાઈ નાકરાણી, ડાહયાભાઈ પટેલ તેમજ જિલ્‍લાભરના કાર્યકરો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!