Main Menu

ગારીયાધાર એસ.ટી. બસ સ્‍ટેશનનું લોકાર્પણ કરતા સાંસદ કાછડીયા

રાજય સરકાર તરફથી રૂા. 1 કરોડ પ0 લાખનાં ખર્ચે નિર્માણ પામેલ ગારીયાધાર એસ.ટી. બસ સ્‍ટેશનનું તા. પ માર્ચ, ર019ના રોજ અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાનાં વરદ હસ્‍તે લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ તકે, ગારીયાધાર નગર પાલીકા પ્રમુખ ગીતાબેન વાઘેલા, ભાવનગર જીલ્‍લા ભાજપ ઉપપ્રમુખ કેતનભાઈ કાંત્રોડીયા, ગારીયાધાર તાલુકા ભાજપ પ્રમુખ વી. ડી. સોરઠીયા, ગારીયાધાર શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ જીવરાજાણી, અમરેલી જીલ્‍લા ભાજપ મંત્રીભરતભાઈ વેકરીયા, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ કાકડીયા સહીતનાં આગેવાનો, કાર્યકરો અને અધિકારીઓઉપસ્‍થિત રહૃાા હતા.« (Previous News)