Main Menu

હીરાનાં કારખાનાનું તાળુ ચાવીથી ખોલી રૂા. 67પ00નાં મુદ્યામાલની ચોરી

બે મશીન, વજનની કાટી તથા હીરા તસ્‍કરો લઈ ગયા

અમરેલી, તા. ર8

દામનગર ગામે રહેતાં અને રાભડા રોડઉપર હીરાનું કારખાનું ધરાવતા નરેશભાઈ બાબુભાઈ સોલંકીની માલીકીનાં હીરાનાં કારખાનામાં ગઈકાલે રાત્રીથી આજે સવાર સુધીનાં સમયગાળા દરમિયાન કોઈ 3 અજાણ્‍યા શખ્‍સોએ હીરાનાં કારખાનું ચાવીથી ખોલી, ઓફીસનાં કાચ તોડી, અંદર પ્રવેશ કરી, કારખાનામાં પડેલ દોરી મારવાનાં ર મશીન કિંમત રૂા.1ર હજાર, હીરાનાં વજન કરવાની કાટી કિંમત રૂા.10પ00 તથા ઓફીસમાં રાખેલ ચાલુ કામનાં હીરા આશરે અઢી કેરેટનાં કિંમત રૂા.4પ હજાર મળી કુલ રૂા.67પ00નાં મુદામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ દામનગર પોલીસમાં નોંધાતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.