Main Menu

અમરેલી પટેલ સંકુલની 3ર00 દીકરીઓએ ‘‘પ્રેમલગ્ન” ન કરવાના શપથ લીધા

અમરેલી જીલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત પટેલ સંકુલ અમરેલીની ખાતે એક અર્ેિતિય અને અદભૂત સેમીનાર મુગ્‍ધા યોજાયેલ. જેમાં સંકુલની 3ર00 કરતા વધારે વિદ્યાર્થીનીઓએ પોતાની મુગ્‍ધા અવસ્‍થામાં કોઈ ખોટા નિર્ણય ન લેવાના શપથ લીધા ત્‍યારે ખૂબ જ અનેરૂ વાતાવરણ સર્જાયુ હતું. અમરેલી જીલ્‍લાનાં ખાંભા તાલુકાનાં પીપળવા ગીર ગામનાં ગૌરવ સમાન અને ગિનિઝ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ હોલ્‍ડર અશ્‍વિનભાઈ સુદાણીએ (1) કિશોર અને તરૂણ વય એટલે મુગ્‍ધાવસ્‍થા આ ઉંમરને પસાર કરતી વખતે સર્જાતા મનોભાવ વખતે જીવનનાં સમજદારી વગરનાં મહત્‍વનાં નિર્ણયોમાં ભૂલ કરે તો જીવનમાં મોટી સમસ્‍યાઓ ઉભી થતી હોય છે. જેનાથી જીવન જીવવું મુશ્‍કેલ બની જતુ હોય છે. (ર) માતા-પિતા પ્રત્‍યે દરેકદિકરીઓએ આદરભાવ રાખવો જોઈએ. (3) જાતિય આકર્ષણથી બચવા અને જીવનને સુખી બનાવવા બાબત ખૂબ જ છણાવટ કરેલ. (4) જીવનનાં મૂલ્‍યો અને ભવિષ્‍યનાં આયોજન માટે સંસ્‍કાર અને સંસ્‍કૃતિ વિશે સમજણ આપેલ. સેમીનારના અંતે દરેક દિકરીઓએ ફિડબેકમાં અમારા જીવનનો સાથી મહત્‍વનો સેમીનાર છે અને રહેશેના એક સુર સાથે તમામે પ્રતિજ્ઞા લીધેલ કે માતા-પિતાને અવગણીને પ્રેમ લગ્ન નહી કરી કે કોઈ કાળે આત્‍મહત્‍યા નહી કરીએ સવારથી ત્રણ ત્રણ કલાકનાં કુલ ત્રણ સેશન કાર્યક્રમ ચાલેલ. મંત્રી બાબુભાઈ સાકરીયાએ પોતાની વાતમાં જણાવેલ કે આજના આ સાંપ્રત યુગમાં શિક્ષણ સાથે સંસ્‍કારનું સિંચન થાય યુવા પેઢીમાં સુંદર વિચારો આવે અને જાગૃતિ આવે તેમજ દરેક વિદ્યાર્થીનીઓનું ભવિષ્‍ય ખૂબ જ ઉજજવળ તેવી શુભકામના પાઠવેલ અને તમામ ટ્રસ્‍ટીઓનો તેમજ અશ્‍વિનભાઈનો આભાર વ્‍યકત કરેલ. મંત્રી બાબુભાઈ સાકરીયા સલાહકાર નાગજીભાઈ સોજીત્રા મે.ટ્રસ્‍ટી બાલુભાઈ ભાદાણી તેમજ ડાયરેકટર મનસુખભાઈ ધાનાણી, બ્રિજેશભાઈ પલસાણા, વલ્‍લભભાઈ રામાણી, મગનભાઈ વસોયા, ચતુરભાઈ ખુંટ, ગાયનેકોલોજીસ્‍ટ ડો. ચેતનાબેન વગેરે ખાસ ઉપસ્‍થિત રહેલ. સંસ્‍થાનાં પ્રમુખ મનુભાઈ કાકડિયા, ઉપપ્રમુખ પરસોતમભાઈ ધામી, મંત્રી બાબુભાઈ સાકરીયા તેમજ તમામ ટ્રસ્‍ટી મંડળે આવા દિશા સૂચક કાર્યક્રમને ખૂબ જઆવકારેલ.