Main Menu

ખાંભાનાં નેસડી-ર ગામે ખુલ્‍લેઆમ ખનીજ ચોરી ?

દર વર્ષે કરોડો રૂપિયાની ખનીજ ચોરી થતી હોવાનો આક્ષેપ

ખાંભાનાં નેસડી-ર ગામે ખુલ્‍લેઆમ ખનીજ ચોરી

ખનીજઉપાડવા માટે અપાયેલ લીઝની સમયમર્યાદા 9 વર્ષથી પુર્ણ થઈ ગઈ છે

ખનીજ માટે થતાં બ્‍લાસ્‍ટીંગથી વન્‍ય પ્રાણીઓને ભારે નુકસાન

અમરેલી, તા. ર7

ખાંભાના નેસડી-ર ગામે થતી ખનીજ ચોરી અટકાવવા માટે લાયન નેચર ફાઉન્‍ડેશનનાં પ્રમુખ ભીખુભાઈ બાટાવાળાએ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવેલ છે.

પત્રમાં વધુમાં જણાવેલ છે કે, નેસડી ગામે સર્વે નં. 47 પૈકી ર જમીન ઉપર ગેકાયદે ચાલતા સ્‍ટોન ક્રશરની વર્ષ ર000માં 10 વર્ષના ભાડા પેટે અપાયેલ જમીનની લીઝ પુરી થઈ ગઈ હોવા છતાં આ ગેરકાયદે સ્‍ટોન ક્રશર ચલાવાઈ રહૃાો હોવાથી આ વિસ્‍તારમાં વ્‍યાપક પણે સિંહ, દિપડા, રોઝ, હરણ, ઝરખ, જંગલી સુવર, મોર સહિતનાં પશુ-પ્રાણી-પક્ષીની વસ્‍તવાળા ખાંભાના નેસડી-ર ગામે સર્વે નં. 47 પૈકી ર વાળી જમીન ઉપર વર્ષ ર000માં 10 વર્ષના ભાડા પેટે બ્‍લેક ટ્રેપમાં લીઝ મંજુર કરવામાં આવેલ. તે લીઝને પુરા થયા આજે 9 વર્ષ વિતી ગયેલ હોવા છતાં મા ધરતીની છાતી ફાડી ખનીજ માફીયાઓ ઘ્‍વારા દરરોજ લાખો રૂપિયાની ખનીજ ચોરી પ્રાકૃતિક સંપદાની ઘોર ખોદાઈ રહી છે.

વધુમાં જણાવેલ છે કે, નેસડી-ર ગામથી 1 કિ.મી. દુર અને નેસડી-રાજુલા રોડથી બીલકુલ નજીક આવેલ ગેરકાયદે માઈન્‍સમાં 8થી 10 ફૂટના પરીઘના દાર બનાવી પ્રતિબંધિત એવા એલ્‍કા બ્‍લાસ્‍ટ કરાતો હોવાથીનેસડી ગામના રહેણાંકના મકાનો ધ્રુજવા સાથે એલ્‍કા બ્‍લાસ્‍ટના કારણે ધરતી ધુ્રજવા સાથે ભુગર્ભમાં તીરાડો પડવાથી ભુગર્ભ જળ ભંડાર વધુમાં વધુ ઉંડા ઉતરવાથી 3 કિ.મી. વિસ્‍તારના ખેડૂતોના કૂવાના તળ ખાલીખમ્‍મ થવાથી ખેડૂતોને શિયાળુ-ઉનાળુ પાક લેવામાં ભારે મુશ્‍કેલી પડતી હોવાથી દાર અને કૂવાઓ ખાલી જવાના પાપે ખેડૂતો શિયાળુ-ઉનાળુ પાક લઈ શકતા ન હોય. ખેડૂતોની રોજી-રોટી છીનવાઈ જવાના કારણે ખેડૂતોના સંતનો પણ રોજી-રોટી મેળવવા અને પરિવારોનું ગુજરાન ચલાવવા શહેરી વિસ્‍તાર તરફ હિજરત કરવાની ફરજ પડી છે.

વધુમાં જણાવેલ છે કે, વિકાસના નામે વિનાશ સર્જાતો હોય તેમ રાજુલા-જાફરાબાદના દરીયાકાંઠે બંધાતી જેટીઓના કામમાં દરીયો પુરવા 10-ર0 ટનની શીલાઓ આ ગેરકાયદે સ્‍ટોન ક્રશરમાંથી ગેરકાયદેસર રીતે બ્‍લાસ્‍ટ કરીને કાઢીને દરરોજના સેંકડો ટ્રક ઘ્‍વારા ગેરકાયદે હેરાફેરી કરાતી હોવાથી પ્રાકૃતિક સંપદા અને પર્યાવરણને કદી ભરપાઈ ન થાય તેવું નુકશાન કરી ટ્રકો ઘ્‍વારા પરીવહન કરાતું હોવાથી આ વિસ્‍તારના રોડ-રસ્‍તાને ભારે નુકસાન થવા સાથે ખુલ્‍લામાં લઈ જવાતા ખનીજ તત્‍વોથી ખેતીની જમીનને અને ખેતીના ઉભા પાકને પણ નુકસાન થતું હોય. સુપ્રીમ કોર્ટના આદેશ અને ગ્રીન ટેબ્‍યુનલની ગાઈડલાઈન ભંગ કરી પર્યાવરણનું નખોદ કાઢનારાનેસડી-ર ગામના ગેરકાયદે ચાલતા સ્‍ટોન ક્રશરને વ્‍યાપક જનહિત અને પર્યાવરણ બચાવવા ખાતર તાત્‍કાલિક અસરથી બંધ કરાવી છેલ્‍લા 9 વર્ષમાં થયેથી ખનીજ ચોરીની રોયલ્‍ટીની ગણતરી કરી રોયલ્‍ટી વસુલવા સાથે 10 ગણી રોયલ્‍ટીની રકમનો દંડ ફટકારવા અંતમાં માંગ કરેલ છે.