Main Menu

ભારતીય સેનાની કામગીરીનાં વધામણા કરાયા

અમરેલીમાં વિ.હિ.પ, ભાજપ, કોંગ્રેસ સહિતની સંસ્‍થાઓ દ્વારા

અમરેલી શહેરનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં આજે વિશ્‍વ હિન્‍દુ પરિષદ, ભાજપ, કોંગ્રેસ, જેસીંગપરા યુવક મંડળ, હનુમાનપરા યુવક મંડળ સહિતનાં જુદા-જુદા સંગઠનો અને સંસ્‍થાઓ ઘ્‍વારા ભારતીય સેનાએ વ્‍હેલી સવારે પાકિસ્‍તાનમાં ઘુસી જઈને આતંકવાદી અડાઓનેનેસ્‍તનાબુદ કર્યાની ઘટનાના આતશબાજી ઘ્‍વારા વધામણા કરવામાં આવ્‍યા હતા અને આતંકવાદી મસુદ અઝરનાં પુતળાને ફાંસીએ લટકાવી દેવામાં આવ્‍યું હતું.

સૌપ્રથમ કોંગી પ્રમુખ અર્જુન સોસા, ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, ટીકુભાઈ વરૂ, લલિત ઠુંમર સહિતનાં કોંગીજનોએ ભારતીય સેનાની કામગીરીની ભારે પ્રશંસા કરી હતી અને આતંકવાદી અડાઓ પર પાકિસ્‍તાનમાં ઘુસીને હુમલો કરવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. બાદમાં ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારની આગેવાનીમાં આતંકવાદી મસુદ અઝહરનાં પુતળાને ફાંસીએ લટકાવી દેવામાં આવ્‍યું હતું અને શહેરીજનોને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. બાદમાં વિશ્‍વ હિન્‍દુ પરિષદનાં પ્રમુખ મનુભાઈ વેકરીયા, ઉપપ્રમુખ હસુભાઈ દુધાત, દિલીપસિંહ ઠાકોર, ભાનુભાઈ કીકાણી સહિતનાં આગેવાનો અને વિવિધ યુવક મંડળોએ પણ ભારતીય સેનાની કામગીરીની પ્રશંસા કરી હતી.