Main Menu

સાવરકુંડલા ખાતે સમસ્‍ત પાટીદાર સમાજ ર્ેારા સમુહલગ્નોત્‍સવ યોજાયો

સાવરકુંડલા ખાતે સમસ્‍ત પાટીદાર સમાજ ર્ેારા શ્રી સરદાર પટેલસોશ્‍યલ ગૃપ ર્ેારા આઠમો સમુહલગ્નોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી આ સમુહલગ્નમાં 10 નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ તકે શાસ્‍ત્રી સ્‍વામી શ્રી હરિપ્રસાદદાસજી ગઢપુર,શ્રીનારાયણદાસ સ્‍વામી સ્‍વામિનારાયણ મંદિર સાવરકુંડલા, શાસ્‍ત્રી શ્રી અક્ષરમુકતદાસજી સ્‍વામિનારાયણ ગુરુકળ સાવરકુંડલા, પૂ. શ્રી લવજીબાપુ ખોડલધામ નેસડી, પૂ. શ્રી કાનદાસબાપુ રામદેવ આશ્રમ ધાર વગેરે સંતો મહંતોએ નવદંપતિઓને આશિર્વચન પાઠવ્‍યા હતા. સમુહલગ્નોત્‍સવનું દીપ પ્રાગટય મધુભાઈ સવાણી યુ.એસ.એ., અઘ્‍યક્ષ હંસરાજભાઈ પટેલ બિન અનામત આયોગ, અઘ્‍યક્ષ ગુજરાત રાજયનાં પૂર્વ કૃષિમંત્રી વી. વી. વઘાસિયા, માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન દીપકભાઈ માલાણી, અગ્રણી ઉદ્યોગપતિ કરશનભાઈ ડોબરીયા, મહેશભાઈ સુદાણી, પ્રતીક નાકરાણી વગેરે સામાજીક રાજકીય મહાનુભાવો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા.