Main Menu

સાવરકુંડલા ખાતે કેદારનાથ જયોતિલિંગથી સોમનાથ જયોતિલિંગ સુધી જઈ રહેલ રથનું સ્‍વાગત કરાયું

સાવરકુંડલા શહેર ખાતે દ્વિતીય દ્વાદશ જયોતિલિંગ સમારોહ ર019 ભારતના પ્રથમ જયોતિલિંગ સોમનાથ મહાદેવ (ગુજરાત)ના સાનિઘ્‍યમાં યોજાશે. આ તકે જયોતિલિંગ કેદારનાથ મહાદેવથી નીકળેલ ભવ્‍ય અને દિવ્‍ય રથ ગુજરાતના સોમનાથ જયોતિલિંગ સુધી જશે. આ રથનું સાવરકુંડલા શહેર ખાતે સમગ્ર સાવરકુંડલાના શહેરીજનોએ ફૂલ ચોખાથી વધાવી શહેરના મુખ્‍યમાર્ગો પર રથ સાથે ભવ્‍ય શોભાયાત્રા નીકળી હતી. આ તકે હિન્‍દુ યુવા સેના, વિશ્‍વ હિન્‍દુ પરિષદ, બજરંગદળ તથા સમગ્ર હિન્‍દુ સમાજે રથને વધાવ્‍યો હતો.