Main Menu

અમરેલીમાં આગામી સોમવારે કોંગી આગેવાનો લોકસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે

પંચાયતો, પાલિકા, વિધાનસભા બાદ લોકસભામાં ભાજપનો સફાયો કરશે

અમરેલીમાં આગામી સોમવારે કોંગી આગેવાનો લોકસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે

અમરેલી, તા.ર1

અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ દ્વારા તા.રપ/રને સોમવારના રોજ બપોરના ર કલાકે કોંગી નેતાઓ અને કાર્યકરોની એક મિટીંગનું આયોજન કરવામાં આવેલ છે. આ મિટીંગમાં વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, લાઠી- બાબરાના ધારાસભ્‍ય, સાવરકુંડલા- લીલીયાના ધારાસભ્‍ય પ્રતાપભાઈ દુધાત, ધારી- બગસરાના ધારાસભ્‍ય જે.વી. કાકડીયા,રાજુલા- જાફરાબાદના ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર, પૂર્વ સાંસદ નવિનચંદ્ર રવાણી, પૂર્વ મંત્રી ધીરૂભાઈ દૂધવાળા, ઠાકરશીભાઈ મેતલીયા, હનુભાભા ધોરાજીયા તેમજ લોકસભા પ્રભારી ઝવેરભાઈ ભાલીયા, જિલ્‍લા પ્રભારી દિલીપભાઈ પટેલ, ડો. દિનેશભાઈ પરમાર ખાસ ઉપસ્‍થિત રહેશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રીઓ, જિલ્‍લા પંચાયતના પ્રમુખ તેમજ પૂર્વ પ્રમુખો, જિલ્‍લા પંચાયતના તમામ ચેરમેનો તેમજ પૂર્વ ચેરમેનો બધા જ જિલ્‍લા પંચાયતના સદસ્‍યો, તમામ ફ્રન્‍ટલ અને સેલના પ્રમુખો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો તેમજ વિરોધપક્ષના નેતાઓ તથા જિલ્‍લાના વરિષ્ઠ કોંગી આગેવાનો તથા કાર્યકરોને ઉપસ્‍થિત રહેવા જણાવવામાં આવે છે. આ મિટીંગનું આયોજન જૂની ઈન્‍કમટેક્ષ ઓફિસ સામેની સોની જ્ઞાતિની વાડીમાં કરવામાં આવેલ છે. જિલ્‍લાના કોંગી કાર્યકરોને ખાસ ઉપસ્‍થિત રહેવા ફરીથી જણાવવામાં આવે છે. તેમ જિલ્‍લા કોંગ્રેસ સમિતિની અખબારી યાદીમાં જણાવાયું છે.