Main Menu

સેમરડી ગામે પોલીસ પર હુમલો કરનાર સામે કરાશે કડક કાર્યવાહી

ખોટી અફવા ફેલાવનાર વિરૂદ્ધ થશે કાર્યવાહી

અમરેલી, તા. ર1

ગઈ તા.16/ર/ર019 ના રોજ ધારી તાલુકાનાં સેમરડી ગામે પોલીસ ઉપર જીવલેણ હુમલાનો બનાવ બનેલ હતો અને સદરહું બનાવમાં ત્રણ પોલીસ અધિકારી/કર્મચારીઓને ઈજા થયેલ હતી. તે પૈકી મહેન્‍દ્રભાઈ વાળાને ખુબજ ગંભીર ઈજા પહોચેલ હતી. સદરહું બનાવ અનુસંધાને આરોપીઓ વિરૂઘ્‍ધ ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. અને આ કામે જાફર બારનભાઈ બ્‍લોચ રહે. સેમરડી તથા બારાન ઉમરભાઈ બ્‍લોચ રહે. સેમરડી વાળાઓની ધરપકડ કરવામાં આવેલ હતી. સદરહું આરોપીઓનાં બચાવપક્ષે  વકીલ રહેવા માટે વકીલ મંડળે પણ ઈન્‍કાર કરેલ હતો અને હાલમાં આરોપીઓ રીમાન્‍ડ ઉપર છે.

સદરહુ બનાવ અનુસંધાને ગઈ કાલ તા.17/0ર/ર019ના રોજ પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી. ટીમ તથા આસપાસનાં પોલીસ સ્‍ટેશનનાં અધિકારી તથા માણસો સાથે તેમજ પી.જી.વી.સી.એલ. (જી.ઈ.બી.)ટીમો  તથા ફોરેસ્‍ટ વિભાગની ટીમો સાથે રાખી સેમરડીગામે સંયુકત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલહતું.

ધારી તાલુકાનાં સેમરડી ગામમાં તેમજ તેની બાજુમાં આવેલ દલખાણીયા તથા થોરડી ગામોમાં અમુક અસામાજીક પ્રવૃતિઓ કરવા વાઈા ઈસમો રહે. સદરહું ગામો જંગલ વિસ્‍તારની ખુબજ નજીક આવેલ છે.

સેમરડી ગામનો ગુન્‍હાહીત ઈતિહાસઃ સેમરડી ગામમાં 30 થી 40 કુટુંબોનો વસવાટ ધરાવતું ગામ છે અને આ સેમરડી, દલખાણીયા, થોરડી ગામના કુલ-પ6 અસમાજીક વ્‍યકિતઓ વિરૂઘ્‍ધમાં અલગ-અલગ હેડનાં ગુન્‍હાઓ દાખલ થયેલ છે.

જેમાં સને ર007થી ર019 સુધીમાં સેમરડી, દલખાણીયા, થોરડી ગામના અલગ-અલગ આરોપીઓ વિરૂઘ્‍ધમાં પોલીસ ચોપડે કુલ-પ4 ફોજદારી ગુન્‍હાઓ નોંધાયેલ છે. જેમાં ફોરેસ્‍ટ વિભાગનાં ટ્રેકરની હત્‍યા,મારા-મારી, હત્‍યાનો પ્રયાસ, ચોરી, લુંટ, સરકારી કર્મચારીઓને માર-મારવાના તથા ફરજમાં રૂકાવટ, વિદેશી/દેશી દારૂ અંગેના ગુન્‍હાઓ નોંધાયેલ છે.

તેમજ સેમરડી, દલખાણીયા, થોરડી ગામનાં અલગ-અલગ આરોપીઓ વિરૂઘ્‍ધમાં ફોરેસ્‍ટ વિભાગમાં 6 કોર્ટ કેસ, તથા 13 કમ્‍પાઉન્‍ડીંગ કેસો થયેલ છે. જેમાં ગુજરાત રાજય પ્રાણી સિંહને મારી નાખી તેના નખ વેચવાના, સિંહનો શિકાર કરવો, સિંહના પંજા તથા નખ કાપવા, સેમરડી ગામમાંથી સિંહના નખ મળી આવવા, જંગલના લાકડા કાપી જવા, તેમજ સ્‍ફોટક પદાર્થ, તથા લોડેડ જામગરી હથિયાર સાથે શિકાર કરવાનાં ઈરાદેગેરકાયદેસર જંગલમાં પ્રવેશ, તથા ગેરકાયદેસર લાયન શો, ફોરેસ્‍ટ વિભાગનાં ટ્રેકરની હત્‍યા, તથા તેઓની ફરજમાં રૂકાવટ અંગેનાં અલગ-અલગ ગુન્‍હાઓ નોંધાયેલ છે.

સેમરડી ગામમાં બનેલ બનાવ અનુસંધાને સર્ચ ઓપરેશન કરવામાં આવેલ હતું અને ત્‍યારબાદ આ ગામોમાં રહેતાં અસામાજીક તત્‍વો ર્ેારા ખોટી અફવાઓ ફેલાવી વિવિધ સોશીયલ માઘ્‍યમો ર્ેારા વિડીયો તથા ફોટા વાયરલ કરેલ છે. ખરેખર તેવો કોઈ બનાવ બનેલ નથી તેમજ ખોટી રીતે લોકોની ધાર્મિક લાગણી ઉશ્‍કેરવા પ્રયત્‍ન કરતા ઈસમો વિરૂઘ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સદરહું સેમરડી ગામમાં રહેતા ગુન્‍હેગારો વિરૂઘ્‍ધમાં એકથી વધુ ગુન્‍હાઓ નોંધાયેલ છે. આવા વારંવાર ગુન્‍હાઓ કરવાની ટેવવાળા ઈસમોની વિરૂઘ્‍ધમાં આગામી સમયમાં પ્રવર્તમાન કાયદા અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે.