Main Menu

ધારીમાં રહેતા પરિવાર સાથે રૂા. પ લાખ પરત નહીં ચૂકવી છેતરપીંડી કરી

પૈસા નહીં ચૂકવવા માટે થઈ ધાક-ધમકી પણ આપી

અમરેલી, તા.ર1

ધારી ગામે રહેતા અને સરકારી નોકરી કરતા રેખાબેન હરેશભાઈ મકવાણા તથા સામાવાળા નૂતનબેન ઉમેશભાઈ બોદર રહે. અમરેલી વાળા વચ્‍ચે ફેમીલી સંબંધ હોય, ત્‍યારે બન્‍ને પરિવારે અમદાવાદ ખાતે પૈસાનું રોકાણ કરવા માટે થઈ ફલેટ ખરીદવાનું નકકી થયેલ. ત્‍યારે રેખાબેનના પતિએ ભાગીદારીમાં ફલેટ ખરીદવા માટે થઈ નૂતનબેન તથા તેમના પતિ ઉમેશભાઈ ઝવેરભાઈ બોદરને રૂા. 1પ લાખ આપેલા. બાદમાં નૂતનબેન તથા તેમના પતિ ઉમેશભાઈએ પોતાના નામે ફલેટ ખરીદી લેતા રેખાબેન તથા તેમના પતિએ પૈસા પરત માંગતા રૂા. 10 લાખ પરત કરી દીધા હતા.

બાકી રહેતા પ લાખ રૂપિયાની ઉઘરાણી કરતાનૂતનબેન ઉમેશભાઈ બોદર, ઉમેશભાઈ ઝવેરભાઈ બોદર, જેસર ગામે રહેતા રવિરાજ સરવૈયા તથા અમરેલી ગામે રહેતા પરેશભાઈ માલવીયા તથા એક અજાણ્‍યા માણસે કાવત્રુ ઘડી કાઢી રેખાબેનના પતિને ફોનમાં મારી નાખવાની ધમકી આપી મદદગારી કરવા અંગેની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાવતા આ બનાવ અંગે તાલુકા પી.એસ.આઈ. જે.એલ. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.