Main Menu

અમરેલી જિલ્‍લા ભાજપ દ્વારા વિપક્ષી નેતા પરેશ ધાનાણી વિરૂદ્ધ સૂત્રોચ્‍ચાર કર્યા

ગુજરાત પ્રદેશ ભાજપની સૂચનાથી કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્‍લા ભાજપ પરિવાર દ્વારા વિપક્ષી નેતા પરેશ ધાનાણી વિરૂદ્ધ સૂત્રોચ્‍ચાર કર્યા

પરેશ ધાનાણીનાં પૂતળા પર પ્રહારો કરવામાં આવ્‍યા

અમરેલી, તા.ર1

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી બાબતે વિવાદાસ્‍પદ નિવેદન કરતા ભાજપ દ્વારા ઠેર ઠેર વિપક્ષ નેતા વિરૂઘ્‍ધ દેખાવો કરવાના આપેલ આદેશ મુજબ આજે અમરેલી ખાતે ડો. જીવરાજ મહેતા ચોક ખાતે જિલ્‍લા ભાજપ દ્વારા દેખાવો કરી પરેશ ધાનાણી વિરૂઘ્‍ધ સૂત્રોચ્‍ચાર કરાયા હતા અને વિપક્ષ નેતાના પૂતળા પર પ્રહારો કરી માફી માંગવાની માંગણી કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્‍લા ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, રીતેશ સોની, ભરતભાઈ વેકરીયા, ભગીરથ ત્રિવેદી, શૈલેષ પરમાર સહિતના લોકો જોડાયા હતા.

પૂતળા દહન કરે તે પહેલા જ અમરેલી સીટી પોલીસ મારતી મોટરે દોડી આવી અને જિલ્‍લા ભાજપના આગેવાનોની અટકાયત કરીહતી.