Main Menu

ધારી ઉપસરપંચને જીલ્‍લા ભાજપ પ્રમુખે કરાવ્‍યા પારણા

ધારી ઉપસરપંચને જીલ્‍લા ભાજપ પ્રમુખે કરાવ્‍યા પારણા

ટૂંક સમયમાં જ ડોકટરની નિમણૂંક કરવામાં આવશે

ધારી,તા.ર1

ધારીના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ઘટતા એક ડોકટર માટે અનશન પર ઉતરેલા ઉપસરપંચના અમરેલીથી દોડી આવેલા જિલ્‍લા ભાજપ પ્રમુખે પારણા કરાવ્‍યા હતા અને આરોગ્‍યમંત્રી સાથે ટેલીફોનીક સંપર્ક સાધી આ મુદ્‌ે ચર્ચા કરતા ટૂંક સમયમાં જ ડોકટરની નિમણૂંક કરવામાં આવશે તેવી બાહેંધરી પણ આપી હતી.

ધારીની સીવીલ હોસ્‍પિટલમાં ઘટતા એક ડોકટર માટે ર0મીથી અનશન પર બેઠેલાં ઉપસરપંચ જીજ્ઞેશગિરિ ગોસાઈને પોલીસે સ્‍થળ પરથી અટકાયત કરી મામલતદાર સમક્ષ રજુ કરતા ઉપસરપંચે જામીન લેવાનો સ્‍પષ્‍ટ ઈનકાર કરી જેલમાં પણ અનશન શરૂ રાખ્‍યા હતા દરમ્‍યાન આ વાતથી અકળાઈ ઉઠેલા જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા અને મહામંત્રી કમલેશભાઈ કાનાણી છેક ધારી દોડી આવ્‍યા હતા. મંત્રી હિતેશભાઈ જોશી, ખીચા સરપંચ નરેશભાઈ ભૂવા, સરપંચ જીતુભાઈ જોશી સહિતનાઓએ અનશન પર બેઠેલાં ઉપસરપંચ જીજ્ઞેશગિરિ ગોસાઈને પારણા કરાવી આરોગ્‍ય મંત્રી સાથે ટેલીફોનીક સંપર્ક સાધી આખી સમસ્‍યાથી માહિતગાર કરતા ટૂંક સમયમાં જ ડોકટરની નિમણૂંક કરવામાં આવશે તેવી બાહેંધરી પણ આપી હતી. અને હાલ સરકાર આ બાબતે સતત ચીંતીત હોય પણ ડોકટરની અછત હોવાથી થોડો સમય લાગશે તેમ પણ જણાવ્‍યું હતું. આ તકે વેપારી મહામંડળ પ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા, મધુબેન જોશી, નવિનભાઈ જસાણી, રાજુભાઈ ગાંધી, વિપુલભાઈ બુંહા, કેતનભાઈ સોની, કેશુભાઈ પરડવા, ભવસુખભાઈ વાઘેલા, કાળુભાઈ લીંબાસીયા, રમણીકભાઈ જવેરી, પરેશભાઈ પટણી, નરેશભાઈ ઢોલા,બટુકભાઈ ગોસાઈ, હસુભાઈ ગોસાઈ, નિલેશભાઈ ત્રિવેદી, જનકગિરિ ગોસાઈ, જીતુભાઈ વાણિયા, કાંતિભાઈ જયસ્‍વાલ હિમાંશુભાઈ ગોરડીયા, મિતેશભાઈ કોઠારી સહિત આગેવાનો ઉપસ્‍થિત રભં હતા.