Main Menu

અમરેલીની જીજીબેન હાઈસ્‍કૂલમાં ‘માતૃભાષા દિન’ની ઉજવણી  

અમરેલી શહેરની માતુશ્રી જીજીબેન ફોરવર્ડ ગર્લ્‍સ હાઈસ્‍કૂલમાં તા.ર1/રના રોજ શાળાના પટાંગણમાં ભભમાતૃભાષા દિનભભની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું અઘ્‍યક્ષસ્‍થાન મેનેજિંગ ટ્રસ્‍ટી રમેશભાઈ વિઠલાણી એ શોભાવ્‍યું હતું. તથા ડી.ઈ.ઓ. પ્રજાપતિ તથા સોલંકી તેમજ સંકુલ બી.એડ. કોલેજના આચાર્ય ભરતભાઈ પરમાર ઉપસ્‍થિત રહયા હતા.સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત પ્રકૃતિ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્‍યારબાદ મહેમાનોનું શબ્‍દો સ્‍વાગત તેમજ માતૃભાષા દિન મહિમા શાળાના આચાર્યા ડો. ચંદ્રિકાબેન લાઠીયાએ જણાવ્‍યું હતું કે, ર1 ફેબ્રુઆરી માતૃભાષા ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે બાંગ્‍લાદેશમાં બાંગ્‍લા માતૃભાષાને ગૌણ (સેકન્‍ડરી) ભાષા તરીકે સરકારે ઘોષિત કરી. આથી માતૃભાષા બાંગ્‍લાને પ્રથમ ભાષાનો દરજજો આપવા માટે સ્‍વયંભૂ બાંગ્‍લા પ્રજામાં માતૃભાષાના રક્ષણ માટે ભાષા પ્રેમીઓનો લોકજુવાળ ફાટી નીકળ્‍યો. જેમાં કેટલાક યુવાનોએ શહીદી વ્‍હોરી લીધી. તેથી બાંગ્‍લા સરકારે પ્રજામત સામે ઝૂકીને બાંગ્‍લા ભાષાને પ્રથમ ભાષાનો દરજજો આપ્‍યો. તથા (માતૃભાષા શહીદ સ્‍મારક) સરકાર દ્વારા રચવામાં આવ્‍યા અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ર1 ફેબ્રુઆરીને માતૃભાષા ગૌરવ દિન તરીકે ઓળખવામાં આવે છે અને તેની વૈશ્‍વિક સ્‍તરે ઉજવણી થાય છે. ત્‍યારબાદ મંગલ દીપ પ્રાગટય તેમજ પુષ્‍પગુચ્‍છથી મહેમાનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું. મુખ્‍ય કાર્યક્રમમાં ચાર સ્‍પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. જેમાં નિબંધ સ્‍પર્ધા, વકતૃત્‍વ સ્‍પર્ધા, કાવ્‍ય ગાન અને કવીઝનો સમાવેશ થાય છે. કવીઝમાં પાંચ ટીમ હતી. જેમાં ગુજરાતી સાહિત્‍યકારોના નામો પરથી તેના નામ હતા. જેમાં મીરાંટીમ, પ્રેમાનંદ ટીમ, મેઘાણી ટીમ, નરસિંહ ટીમ, દયારામ ટીમનો સમાવેશ થાય છે. કવીઝનું સંચાલન ઈલાબેન ત્રિવેદીએ તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોહિતભાઈ મહેતાએ કર્યું હતું. સ્‍પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને માતૃભાષા પ્રેમી આચાર્યા ડો. ચંદ્રિકાબેન લાઠીયા દ્વારા ઈનામો આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા. તેવું જસ્‍મીના બેનની યાદીમાં જણાવવામાં આવેલ છે.« (Previous News)