Main Menu

ડાયનેમિક ગૃપ તથા ઓકસફર્ડ સ્‍કૂલ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે વેલેન્‍ટાઈન-ડેની ઉજવણી

સર્જનાત્‍મક તથા યુવાનો માટે પ્રેરણાદાયી પ્રવૃતિ કરતી સંસ્‍થા ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલીટીઝ અમરેલી દ્વારા સંસ્‍થાના ચેરમેન પ્રા. હરેશભાઈ બાવીશીનામાર્ગદર્શન હેઠળ ઓકસફર્ડ સ્‍કૂલ ઓફ સાયન્‍સના ઉપક્રમે ભભદીકરાના ઘરભભ (વૃદ્ધાશ્રમ) ખાતે વેલેન્‍ટાઈન્‍સ-ડેની અનોખી પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જિલ્‍લા માહિતી નિયામક ભરતભાઈ બસીયાના અઘ્‍યક્ષ સ્‍થાને આયોજિત વેલેન્‍ટાઈન્‍સ-ડે-19 ઉજવણી કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ તથા ઉદ્યોગપતિ ડી.કે. રૈયાણી, લાયન્‍સ કલબ મેઈનના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ વઘાસીયા, પરિવર્તન ટ્રસ્‍ટના પ્રમુખ શરદભાઈ ધાનાણી, યુવા ઉદ્યોગપતિ હિરેનભાઈ બાંભરોલીયા, ઓકસફર્ડ સ્‍કૂલના પ્રિન્‍સિપાલ મયુરભાઈ ગજેરા, મુખ્‍ય મહેમાન તરીકે સાથીયા સ્‍ટુડિયોના સંચાલક તથા જિલ્‍લાના પ્રતિષ્ઠિત ફોટોગ્રાફર ધર્મેશભાઈ પડસાલા, અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહયા હતા. છેલ્‍લા પાંચ વર્ષથી શહેરના ડાયનેમિક ગૃપ દ્વારા ભભદીકરાના ઘરભભ (વૃદ્ધાશ્રમ) ખાતે ઉજવવામાં આવતા વેલેન્‍ટાઈન્‍સ-ડે ઉજવણીમાં ચાલુ સાલે વિદ્યાર્થીઓ તથા મહેમાનોએ વૃઘ્‍ધોને ગુલાબના ફૂલ તથા ચોકલેટ આપીને વેલેન્‍ટાઈન્‍સ-ડે-19ની અનોખી તથા પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આ તકે ડાયનેમિક ગૃપ અમરેલીના ચેરમેન હરેશ બાવીશી, કાર્યક્રમના અઘ્‍યક્ષ જિલ્‍લા માહિતી નિયામક ભરતભાઈ બસીયાએ પ્રાસંગિક પ્રવચન કરીને વેલેન્‍ટાઈન્‍સ-ડેની પ્રેરણાદાયી ઉજવણી બદલ યુવાનોને શુભેચ્‍છા પાઠવી પ્રવૃતિને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટેવૃઘ્‍ધાશ્રમના મેનેજર, ટ્રસ્‍ટી મંડળ તથા કાર્યાલય કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.