Main Menu

રાજુલામાં રૂદ્રગણ ગૃપ દ્વારા મોક્ષરથનું લોકાર્પણ કરાયું

રાજુલા શહેરમાં અનેક સંસ્‍થાઓ કામ કરે છે પરંતુ ખરા અર્થમાં સેવાકીય પ્રવૃતિ અને ખાસ ગૌ-સેવકો જેવા યુવાનો રૂદ્રગણ ગૃપમાં જોવા મળી રહયા છે. રાજુલા શહેરમાં ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા છે શહેરમાં સેવા કરવાની વાત આવે ત્‍યારે રૂદ્રગણ ગૃપ મેદાનમાં આવે છે. વાત લૂલી લંગડી ગાયુની હોય કે પછી બીમાર ગાયની હોય કે પછી કોઈ ગરીબ દર્દીની હોય કોઈપણ સેવાકીય પ્રવૃતિના સમાચાર મળે ત્‍યારે હોંશે હોંશે ઉત્‍સાહમાં સૌથી પહેલા રૂદ્રગણની ટીમ મોખરે હોય છે. રાજુલા શહેરને પહેલા વચન આપ્‍યું હતું મોક્ષ રથ નવો આપવો. આજે મોક્ષરથ નવો 13 લાખનો ખર્ચ કરી બનાવીઆપતા યાર્ડમાં આજે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. જેમાં સ્‍મશાનના શંભુગીરી મહારાજ, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, યાર્ડ ચેરમેન સામતભાઈ વાઘ, જીજ્ઞેશભાઈ પટેલ, ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરા, નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા, યુવા ભાજપ પ્રમુખ અશ્‍વિનભાઈ ખુમાણ, દાદભાઈ વરૂ, રામકુભાઈ ધાખડા, સાર્દુલભાઈ લાખણોત્રા સહિત શહેર ભરના પ્રતિષ્ઠિત નાગરિક અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્‍થિત રહયા હતા. સાથે રૂદ્રગણ ગૃપના તમામ યુવાનોને બિરદાવી અભિનંદન આપ્‍યા હતા. જયારે દુઃખદ બનાવ જે કોઈના પરિવારમાં બનશે ત્‍યારે ફ્રી સેવા આ મોક્ષરથ આપશે. 13 લાખના ખર્ચે રાજુલા શહેરના લોકો માટે મોક્ષરથ નવો આપવામાં આવ્‍યો છે. આ રથની પર રૂદ્રગણ મોનીટરીંગ કરશે અને તમામ પ્રકારનું ઘ્‍યાન રાખશે. સેવાના ભાવે કામ કરશે. સાથે સાથે પુજાબાપુ ગૌશાળાને મિનિ ટ્રેકટર આપવામાં આવ્‍યું છે. તેનું પણ આજે લોકાર્પણ કરી ટ્રેકટર આપવામાં આવ્‍યું છે. જે મીની ટ્રેકટર ગૌશાળામાં કામ કરશે. સાથે સાથે વર્ષોથી રૂદ્રગણ ગૃપ લોકમેળો સહિતના કાર્યક્રમ આ પ્રકારના સેવાના લાભાર્થે દર વર્ષે કરે છે અને ત્‍યારબાદ આજ રીતે સેવાકીય પ્રવૃતિમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.« (Previous News)