Main Menu

હજારો ભુલકાઓ તંત્રની બેદરકારીથી ભોજનથી વંચિત

મઘ્‍યાહૃન ભોજન યોજનાની અમલવારીમાં અનેક છીંડા

હજારો ભુલકાઓ તંત્રની બેદરકારીથી ભોજનથી વંચિત

બાળકોને અપાતી તુવેરદાળ તથા તેલનો જથ્‍થો હલ્‍કી ગુણવત્તાનો હોવાથી ભોજન ન અપાયું

સરકારની મહત્‍વની અનેક યોજનાઓમાં વ્‍યાપક પ્રમાણમાં બેદરકારીનાં કિસ્‍સા બહાર આવે છે

અમરેલી, તા.1ર

અમરેલી જિલ્‍લાનાં 1પ0 ઉપરાંતના મઘ્‍યાહન ભોજન કેન્‍દ્રમાં બાળકોને 4 દિવસથી ભોજન આપવામાં ન આવતા ભારે નારાજગીનો માહોલ ઉભો થયો છે.

વિગત એવા પ્રકારની છે કે અમરેલી જિલ્‍લા સહિત રાજયભરની શાળામાં શિક્ષણને પ્રોત્‍સાહન મળી રહે અને કૂપોષણના દૂષણને ડામવા માટે સરકાર તરફથી બાળકોને ભોજન પીરસવામાં આવે છે. પરંતુ, અમરેલી જિલ્‍લામાં આવેલ ખાદ્ય તેલ અને તુવેર દાળનો જથ્‍થો બાળકોનાં આરોગ્‍ય માટે હાનીકારક હોવાથી ભોજન બનાવવામાં આવતું નથી અને 4 દિવસથી બાળકો ભોજનથી વંચિત રહે છે.

આમ તો નિયમ એવો છે કે જે દિવસે બાળકોને ભોજન ન અપાય તો તે દિવસ બાળકના વાલીના બેન્‍ક ખાતામાં રૂપિયા જમા કરાવવાના હોય છે. પરંતુ, તે પણ કરવામાં ન આવતાં સરકારી યોજનાઓમાં કેવી દે ધનાધન ચાલે છે તે બહાર આવી રહયું છે.