Main Menu

સાવરકુંડલામાં કન્‍યા શાળા અને મોદી હાઈસ્‍કૂલ પાસે ઉભરાતી ગટરોથી વિદ્યાર્થીઓ ઉપર રોગચાળાનો ખતરો

પ્રાથમિક સુવિધા આપવામાં તંત્ર દ્વારા કરવામાં આવતા આંખ આડા કાન

સાવરકુંડલામાં કન્‍યા શાળા અને મોદી હાઈસ્‍કૂલ પાસે ઉભરાતી ગટરોથી વિદ્યાર્થીઓ ઉપર રોગચાળાનો ખતરો

સ્‍વચ્‍છતા અભિયાનનાં માહોલની કડવી વાસ્‍તવિકતા

સાવરકુંડલા, તા.1ર

સાવરકુંડલા શહેરની મઘ્‍યમાં આવેલકન્‍યા શાળા તથા મોદી હાઈસ્‍કૂલ પાસે અત્‍યંત દુર્ગંધ યુકત ખરાબ પાણી સાથે ઉભરાતી ગટરોથી શાળા અને હાઈસ્‍કૂલની બહાર ગંદા પાણીઓનો ભરાવો થતો હોવાથી કન્‍યા શાળામાં અભ્‍યાસ કરતા પ00 કરતા પણ વધુ વિદ્યાર્થીનીઓ અને જે.વી. મોદી હાઈસ્‍કૂલમાં અભ્‍યાસ કરતા 4પ0 જેટલા વિદ્યાર્થીઓને શાળામાં અભ્‍યાસ માટે ઉભરાતી ગટરોના પાણીમાંથી ચાલીને જવું પડે છે. તથા શાળામાં અભ્‍યાસ દરમિયાન પાંચ કલાક સુધી દુર્ગંધ સહન કરી અભ્‍યાસ કરી રહયા છે. આ વિસ્‍તારમાં શાળા હાઈસ્‍કૂલ ઉપરાંત ખાણી-પીણીની દુકાનો પણ આવેલી છે. જેના હિસાબે મચ્‍છરોનો દિન પ્રતિદિન ઉપદ્રવ થતો જાય છે અને શાળાના બાળકો ઉપર રોગચાળો અને માંદગીનો ખતરો રહે છે.

આ અંગે પાલિકાના સતાધીશોને વારંવાર રજૂઆતો કરવા છતાં ઘ્‍યાન આપવામાં આવતું નથી.

આ વિસ્‍તારના રહીશો અને વેપારીઓ દ્વારા સરકાર દ્વારા બહાર પાડેલી સ્‍વચ્‍છતાની એપ્‍લિકેશનમાં પણ વારંવાર ઉભરાતી ગટરો તથા જાહેર માર્ગો પર ભરાતા ગંદા પાણીના ફોટા અપલોડ કર્યા છે. છતાં ગટરોની સફાઈ કે પાણીના નિકાલ માટેનો પ્રશ્‍ન પાલિકા દ્વારા હલ કરવામાં આવતો નથી.

સાવરકુંડલા શહેરમાં દિન પ્રતિદિન જાહેર ઉકરડા, સફાઈ, ગટરો, હાથસણી રોડ ખાતે સ્‍ટ્રીટ લાઈટો, સ્‍મશાનમાં લાકડા ન હોવા વગેરે શહેરીજનોને પ્રાથમિક સુવિધાઆપવામાં નગરપાલિકા તંત્ર તથા ચૂંટાયેલા સદસ્‍યો નિષ્‍ફળ નીવડી રહયા છે. જેના પગલે લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહયો છે.