Main Menu

ચલાલામાં સામાન્‍ય બાબતે ઝગડો કરી લોખંડનો પાઈપ માથામાં ઝીંકયો

 

માથાનાં ભાગે ઈજાઓ થતાં સારવારમાં

અમરેલી, તા.1ર

ચલાલા ગામે રહેતા ભુરાભાઈ મોતીભાઈ વાડદોરીયા નામના 30 વર્ષીય યુવક ગઈકાલે બપોરે પોતાના ભત્રીજા તથા તેમની દીકરી ચલાલા શાકમાર્કેટમાં શાકભાજી લેવા ગયા હતા. ત્‍યારે મોટા લીલીયા ગામે રહેતા બદરૂભાઈ કાળાભાઈને સાહેદ ભગુભાઈએ રવીના સાથે બોલાચાલી કરી ગાળો આપવાની ના પાડતા આ બદરૂભાઈએ ઉશ્‍કેરાઈ જઈ સાહેદને માથાના ભાગે લોખંડના પાઈપ મારી ઈજા કર્યાની ફરિયાદ ચલાલા પોલીસમાં નોંધાઈ છે.