Main Menu

જમીન અંગેના વિવાદમાં સામસામે મારામારીની નોંધાઈ ફરિયાદ

સીટી પોલીસે બન્‍ને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

અમરેલી, તા.1ર

અમરેલીના સુખનાથ પરામાં રહેતા અને સેવાપૂજાનું કામકાજ કરતા સુખદેવગીરી લક્ષ્મણગીરી ગોસાઈ નામના 66 વર્ષીય વૃઘ્‍ધને જમીનના ભાગ બાબતે તે જ વિસ્‍તારમાં રહેતા મંજુલાબેન બાબુગીરી સહિત ત્રણ સામે વાંધો તકરાર ચાલતો હોય, અને મકાનને જે તે સ્‍થિતિમાં રાખવા કોર્ટનો મનાઈ હુકમ હોવા છતાં તેમાં ફેરફાર કરતા આ વૃઘ્‍ધ સામેવાળાને સમજાવવા જતાં રીનાબેન બાબુગીરીએ ઉશ્‍કેરાઈ જઈ વૃઘ્‍ધને  ગાળો આપી, પાવડા તથા લોખંડના સળીયા વડે વૃઘ્‍ધને તથા ભત્રીજીને નાની- મોટી ઈજા કરી જાનથી મારી નાખવા ધમકી આપ્‍યાની ફરિયાદ નોંધાઈ છે.

તો સામાપક્ષે ચેતનગીરી બાબુગીરી ગોસાઈએ પણ સામેવાળા સુખદેવગીરી લક્ષ્મણગીરી ગોસાઈ સહિત પ સામે ઉપરની બાબતે ગાળો આપી, ગળુ પકડી, ઢીકા પાટુનો માર માર્યાની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.