મહુવામાં બાઈકનાં હેન્ડલમાં રાખેલ રૂપિયા પ.40 લાખની ચોરી
સ્થાનિક પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી
મહુવા, તા. 1ર
મહુવામાં કુબેરબાગ વિસ્તારમાં બાઈક પર બેસી ફોનમાં વાત કરી રહેલ યુવાનની નજર ચૂકવી હોન્ડાનાં હેન્ડલ પર ટીંગાડેલ રોકડા રૂપિયા પ.40 લાખ સાથેની થેલીની એક સગીર સહિત ત્રણ શખ્સો ચોરી કરી બાઈક પર નાસી છૂટયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી. જોકે ઘટનાનાં ર4 કલાક બાદ પણ શખ્સો પોલીસ પક્કડથી દૂર રહૃાા છે.
મહુવા પોલીસ સુત્રોથી વિગત મુજબ મહુવામાં મહાકાળીનગરની સ્નેહદીપ સોસાયટીનાં પ્લોટ નંબર 18માં રહેતા સંતોકભાઈ બાબુભાઈ ભાલાળા (ઉ.વ. 39) એ મહુવા પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે મહુવાની એચ.ડી.એફ.સી. બેન્ક માંથી રોકડ રકમ પ.40 લાખ ઉપાડી કપડાની થેલીમાં રાખીપોતાની બાઈકનાં હેન્ડલમાંથી કુબેરબાગ મેઘદુત રોડ ઉપર ઉભા રહી મોબાઈલ ફોન પર વાત કરી રહૃાા હતા ત્યારે પાછળથી બાઈક પર આવેલ એક સગીર સહિત ત્રણ અજાણ્યા શખ્સો પોતાની નજર ચૂકવી બાઈકમાંથી થેલી ઉપાડી ચાલ્યા ગયા હતા. પોલીસ ર્ેારા સી.સી.ટી.વી. ફુટેજ ચકાસી આ ત્રણેયને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.