Main Menu

રોટરી કલબ ઓફ અમરેલી ગીર તથા લેઉવા પટેલ સંકુલનાંસંયુકત ઉપક્રમે રેડ રીવોલ્‍યુશનનો પ્રોજેકટ કરવામાં આવ્‍યો

રોટરી કલબ ઓફ અમરેલી ગીર તથા લેઉવા પટેલ સંકુલના સંયુકત ઉપક્રમે રોટરી ઈન્‍ટરનેશનલનો રેડ રીવોલ્‍યુશન પ્રોજેકટ કરવામાં આવ્‍યો હતો. આ પ્રોજેકટનું સંપૂર્ણ સંચાલન ઈનરવ્‍હીલ કલબ ઓફ અમરેલી ગીર (સુચીત)ના બહેનો ર્ેારા કરવામાં આવ્‍યુ હતું. આ પ્રોજેકટમાં ધોરણ 11-1ર ની પ80 બહેનો, બી.એ.-બીકોમની 600 બહેનો અને બીબીએની 61પ બહેનો સાથે કુલ 179પ વિદ્યાર્થીનીઓનાં ત્રણ સેસનમાં આ પ્રોજેકટ કરવામાં આવ્‍યો હતો. આ પ્રોજેકટમાં પટેલ સંકુલના મનસુખભાઈ ધાનાણી તથા તેમના સ્‍ટાફ ર્ેારા ભરપુર સહયોગ મળ્‍યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈનરવ્‍હીલ કલબ ઓફ અમરેલી ગીરના મીલીબેન ઠાકર તથા કલબના પ્રમુખ રીટાબેન કાનાબાર ર્ેારા કરવામાં આવ્‍યું હતું તેમની સાથે કલબનાં સેક્રેટરી વિરાજબેન જોષી, દર્શનાબેન વાકોતર, માનસીબેન ઝીંઝુવાડીયા, વિધિબેન સંઘરાજકા, દિપાલીબેન ઝીંઝુવાડીયા, નેહાબેન ધોળકીયા, જાનકીબેન અટારા, ચાર્મીબેન સોની, વૃંદાબેન સંપટ, નીધીબેન અજમેરા, નીધીબેન મહેતા, જાહન્‍વીબેન જાની, હેતલબેન ઝીંઝુવાડીયા, હીનાબેન ભટ્ટ વગેરે કલબ માંથી હાજર રહૃાા હતા. આ કાર્યક્રમમાં સવિશેષ ઉપસ્‍થિતિ ગાયનેક ડો. મીનાબેન ગોયાણીની હતી જેઓએ મહીલાઓની સમસ્‍યાઓ વિશેમાર્ગદર્શન આપ્‍યુ હતું. આ તમામને કલબનાં પ્રમુખ બલદેવસિંહ ગોહિલ તેમજ સેક્રેટરી હાર્દિકભાઈ ઝીંઝુવાડીયાએ અભિનંદન પાઠવ્‍યા હતા. તેમ કલબ વતી આનંદભાઈ ઝીંઝુવાડીયાની યાદી જણાવે છે.