Main Menu

અમરેલી જિલ્‍લા ભાજપની આગામી કાર્યક્રમો અંગે બેઠક મળી

અમરેલી જિલ્‍લા ભાજપની બેઠકનું આયોજન કરવામા આવ્‍યું હતું આ બેઠકમા જિલ્‍લા ભાજપના હોદેદારઓ, મંડલના પ્રમુખ, મહામંત્રીઓ, જિલ્‍લા મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખઓની હાજરીમાં આગામી કાર્યક્રમોનું આયોજન કરવામા આવેલ છે. જેમાં (1) તા.11/0ર/ર019 ના રોજ પંડિત દિનદયાલજીના નિર્વાણદિન નિમિતે પુષ્‍પાંજલીનોકાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો સાથે જિલ્‍લામાં સમર્પણ નિધી એકત્રિત કરવાની શરૂઆત કરવામા આવી. (ર) તા.1ર/0ર/ર019 ના રોજ ભાવનગર ખાતે યોજાનાર પ્રબુઘ્‍ધ નાગરિક સંમેલનમાં અમરેલી જિલ્‍લામાંથી 100 થી વધારે લોકો જોડાય તે માટે આયોજન કરવામા આવેલ.(3) તા.1ર/0ર/ર019 ના રોજ ભભમેરા પરીવાર – ભાજપા પરીવારભભ સૌથી મોટા જનસંપર્ક મહાઅભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લાના તમામ હોદેદારના નિવાસ સ્‍થાન ઉપર પાર્ટીના ઘ્‍વજ ફરકાવવામાં આવે તેનુ આયોજન કરવામા આવ્‍યું હતુ.(4) તા.1પ/0ર/ર019ના રોજ અમરેલી ભાવનગર લોકસભા સીટના સંયુકત કલસ્‍ટર સંમેલનને સફળ બનાવવા માટે હોદેદારો / કાર્યકતાઓને અલગ – અલગ જવાબદારી સોપવામા આવી છે.(પ) તા.19/0ર/ર019ના રોજ શકિતકેન્‍દ્ર વિસ્‍તારક અભ્‍યાસ વર્ગના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્‍યું છે.  આ બેઠકમાં લોકસભાસીટના ઈન્‍ચાર્જ વી.વી.વઘાસીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા, મહામંત્રી રવુભાઈ ખુમાણ કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા, પૂર્વ જિલ્‍લા ભાજપ પ્રમુખ દીનેશભાઈ પોપટ, શરદભાઈ લાખાણી, પ્રાગજીભાઈ હીરપરા, ડો. ભરતભાઈ કાનાબાર, જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખ રીતેશ સોની, મયુર હીરપરા, જીતુભાઈ ડેર, રંજનબેન ડાભી, વંદનાબેન મહેતા, જયોત્‍સનાબેન અગ્રાવાત, જિલ્‍લા ભાજપ મંત્રી ભરત વેકરીયા, અલ્‍કાબેન દેસાઈ,જિલ્‍લા યુવા મોરચાના મહામંત્રી કેતન ઢાંકેચા, મેહુલ ધોરાજીયા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુભાઈ મકવાણા, મહામંત્રી જયરાજભાઈ વાળા, કિસાન મોરચાના પ્રમુખ ઘનશ્‍યામભાઈ સાવલીયા, મહામંત્રી પરેશભાઈ લાડુમોર, અનુ.જાતી મોરચાના પ્રમુખ શાંતીભાઈ રાણવા, લઘુમતી મોરચાના પ્રમુખ રાજુભાઈ મીલન, ધારી તાલુકા ભાજપના પ્રમુખ અતુલ કાનાણી, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ ધીરૂભાઈ માયાણી, મહામંત્રી વિપુલ કયાડા, પ્રવિણ રફાળીયા, ચલાલા શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ ગેડીયા, મહામંત્રી પ્રકાશભાઈ કારીયા, ખાંભા તાલુકા ભાજપ મહામંત્રી દુલાભાઈ તરસરીયા, અમરેલી શહેર ભાજપ મહામંત્રી મનીષ ધરજીયા, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્‍યામભાઈ ત્રાપસીયા, કુંકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ વિનુભાઈ રાદડીયા, લાઠી તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ કાનાણી, દામનગર શહેર ભાજપ પ્રમુખ પ્રીતેશભાઈ નારોલા, સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી જયસુખભાઈ નાકરાણી, સાવરકુંડલા તાલુકા ભાજપ મહામંત્રી જયસુખભાઈ સાવલીયા, લીલીયા તાલુકા ભાજપ મહામંત્રી વિજય ગજેરા, ભુનભાઈ ડાભી, રાજુલા તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, જાફરાબાદ તાલુકા પ્રમુખ દીનેશભાઈ ત્રિવેદી, મહામંત્રી જીતુભાઈ મકવાણા સહીતના આગેવાનો હાજર રહયા હતા.