Main Menu

અમરેલી પાલિકાનું વર્ષ-ર019-ર0નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્‍યું

કારોબારી સમિતિનાં ચેરમેનનાં અઘ્‍યક્ષસ્‍થાને

અમરેલી પાલિકાનું વર્ષ-ર019-ર0નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્‍યું

અમરેલી, તા.1ર

અમરેલી નગરપાલિકાની તા.11-ર-ર019ના રોજ કારોબારી સમિતીની બેઠક અઘ્‍યક્ષાજયશ્રીબેન વી. ડાબસરાના અઘ્‍યક્ષ સ્‍થાને મળેલ જેમાં સંસ્‍થાના ઈન્‍ટરનલ ઓડીટર એ.વી. મસે  દ્વારા અમરેલી નગરપાલિકાનું વર્ર્ષ ર019-ર0નું બજેટ રજુ કરવામા આવેલ હતુ. બજેટમાં કુલ અંદાજીત આવક રૂા.69.69 કરોડ  તથા ખર્ચ રૂા.64.64 કરોડ દર્શાવામાં આવેલ છે. અને પુરાંત રકમ રૂા. 4.પ9 લાખની દર્શાવામાં આવેલ હતી. બજેટની મુખ્‍ય જોગવાઈઓમાં સ્‍વર્ણિમ જયંતિ યોજના, યુડીપી-78, યુડીપી-88 અમૃત યોજના હેઠળ અમરેલી શહેરના સર્વાગી વિકાસ કામો હાથ ધરવામાં આવનાર છે. જેમાં શહેરના મુખ્‍ય રાજમાર્ગાે પેવરથી    મઢવા તેમજ ભુગર્ભ ગટરથી નુકશાન પામેલ રસ્‍તાઓની રીસરફ્રે્રશ કરવાના આયોજન, અમૃત યોજના અંતર્ગત કામનાથ મંદિર પાસે ગાર્ડનીગ તેમજ લાઠી રોડ તેમજ ચિતલ રોડ પર સાયકલ ટ્રેક, ગાર્ડનીંગ, લાઈટીંગ, તેમજ સ્‍ટ્રોમ વોટર ડ્રેનેજના કામો હાથ ધરવાની જોગવાઈ કરવામાં         આવેલ છે. સદર મિટીંગમાં કારોબારી સમિતીના સભ્‍યો અલ્‍કાબેન ગોંડલીયા, નટુભાઈ સોજીત્રા, હિરેનભાઈ સોજીત્રા, પ્રકાશભાઈ કાબરીયા તેમજ દલપતભાઈ ચાવડા ઉપસ્‍થિત રહેલ હતા.

સદરહું પુરાંતવાળુ બજેટ અઘ્‍યક્ષા જયશ્રીબેન ડાબસરા દ્વારા કારોબારીના તમામ સભ્‍યોની સર્વાનુમતીથી મંજુર કરવામાં આવેલ હતુ.