Main Menu

લાઠીનાં ઈંગોરાળા ગામે દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

અમરેલી, તા. 11

અકબરભાઈ અબ્‍દુલભાઈ કુરેશી, ઉ.વ. ર9, ધંધો પાનમાવાની દુકાન, રહે. ઈંગોરાળા, તા. લાઠી વાળાની દુકાનમાં ગઈ તા.19-ર0/9/18ની રાત્રે કોઈ ચોર ઈસમે દિવાલમાં બાકોરૂં પાડી જીઓ કંપનીનો મોબાઈલ ફોન કિં. રૂા.1પ00/- તથા રોકડા રૂા.1પ00/- ની ચોરી કરી લઈ ગયેલ હોય આ અંગે લાઠી પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.06/ર019, ઈ.પી.કો. કલમ 4પ4, 4પ7, 380 મુજબનો ગુન્‍હો રજી.થયેલ હતો.

પકડાયેલ આરોપી :- સુનિલ લાલભાઈ બાંમણીયા, ઉ.વ. રપ,ધંધો ખેત મજુરી, રહે. મુળ વતન રઠોડી, ટોહલીયા ફળીયા, તા. કઠેવાડા, જી. અલીરાજપુર, મઘ્‍યપ્રદેશ, હાલ ઈંગોરાળા, તા.લાઠી.

પકડાયેલ મુદ્યામાલ :- એક જીઓ કંપનીનો મોબાઈલ ફોન કિં.રૂા.1પ00/- તથા રોકડા રૂા.1100/- મળી કુલ રૂા.ર,600/- નો મુદ્યામાલ.

ઉપરોકત વિગતે પકડાયેલ આરોપી તથા મુદામાલ આગળનીકાર્યવાહી થવા સારૂ લાઠી પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

આ કામગીરી પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. પો.ઈન્‍સ. સી.જે.ગોસ્‍વામી તથા પો.સ.ઈ. ડી. કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમ ર્ેારા કરવામાં આવે છે.