Main Menu

લાલકા ગામે શ્રમિકનાં ઘરનાં તાળા તોડી રૂા. ર9પ00ની મત્તાની ચોરી

સોના-ચાંદીનાં દાગીના અને બાઈક ઉઠાવી ગયા

અમરેલી, તા. 11

બાબરા તાલુકાનાં લાલકા ગામે રહેતાં અને મજુરીકામ કરતાં આંબાભાઈ નારણભાઈ વાળા તથા સાહેદનાં મકાનનાં ગત તા.પ/1 થી તા.7/1 દરમિયાન કોઈ અજાણ્‍યા શખ્‍સોએ તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીનાં તાળા તોડી સોના-ચાંદીનાં દાગીના કિંમત રૂા.17 હજાર તથા એક મોટરસાયકલ મળી કુલ રૂા. ર9પ00નાં મુદ્યામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.