Main Menu

કોટડી ગામે રહેતાં 4 શખ્‍સો જુગાર રમતાં ઝડપાયા

અમરેલી, તા. 11

રાજુલા તાલુકાનાં કોટડી ગામે રહેતાં છગનભાઈ રાજાભાઈ મકવાણા, રાજુભાઈ અરજણભાઈ ગોહિલ, રાઘવભાઈ રણછોડભાઈ તથા જાદવભાઈ રૂડાભાઈ ગોહિલ વિગેરે ગત તા.9 નાં સાંજના સમયે કોટડી ગામે જાહેરમાં હાર-જીતનો જુગાર રમતાં હોય, રાજુલા પોલીસેદરોડો કરી રોકડ રકમ રૂા.ર600 તથા મોબાઈલ ફોન-4 મળી કુલ રૂા.9પ00નાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા.