Main Menu

વીજપડી ગામની પરિણીતાનું અપહરણ કરી દુષ્‍કર્મ ગુજાર્યાની નોંધાઈ ફરિયાદ

કોઈને પણ જાણ કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી

અમરેલી, તા. 11

તળાજા તાલુકાનાં બોરડી ગામે રહેતાં લાલજીભાઈ કાળુભાઈ મકવાણા, ખોડાભાઈ નંદાભાઈ મકવાણા રે. વીજપડી તથા હાલ મોટી વડાલ ગામની સીમમાં રહેતાં જીતુભાઈ મકવાણાએ ગત તા. 9/8/18નાં રાત્રે 8-30 કલાકે વીજપડી ગામે રહેતી એક 33 વર્ષિય પરિણીતા કુદરતી હાજતે જતી હતી ત્‍યારે ફોરવ્‍હીલમાં તેણીનું અપહરણ કરી અલગ અલગ જયાએ લઈ જઈ ઢીકાપાટુનો માર મારી તેણીની ઈચ્‍છા વિરૂઘ્‍ધ શરીર સંબંધ બાંધી આ અંગે જો કોઈને પણ જાણ કરીશ તો જાનથી મારી નાંખવા અંગે ત્રણેય ઈસમો સામે સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.