Main Menu

અરેરાટી : બગદાણા નજીક આવેલ માલપર ગામની સીમમાં બાળકને દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો

સોમનાથ પંથકનાં માલધારી પરિવાર પર આભ તૂટી પડયું

અરેરાટી : બગદાણા નજીક આવેલ માલપર ગામની સીમમાં બાળકને દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો

નિંદ્રાધીન અવસ્‍થામાં જ બાળકને ઉપાડી ગયો

મહુવા, તા.11

બગદાણાની બાજુમાં આવેલ માલપર ગામની સીમમાંથી મોડી રાત્રીએ ગાયોના અવાજ સાંભળતા માલધારીએ તપાસ કરતા દીપડાએ નિંદ્રાધીન બાળકને ઉપાડી જઈ શિકાર બનાવ્‍યો.

મહુવા તાલુકાના માલપર ગામની સીમમાં ગત રાત્રીના સુમારે દીપડાએ એક માસૂમ બાળકને ઉપાડી જઈ ફાડી ખાધો હતો. બગદાણાથી 7 કિ.મી.ના અંતરે માલપર ગામ આવેલું છે. અહીં રામભાઈ જેહીભાઈના ખેતરમાં ગઈકાલે સોમનાથ જિલ્‍લાના માલધારીઓના સમૂહે પોતાના પશુઓ સાથે પડાવ નાખ્‍યોહતો. જયાં સીમમાં રાત્રીએ દીપડો ત્રાટકતા લાલાભાઈ રાતડીયાનો પુત્ર 3 વર્ષનો મોહિતને લઈ જઈ દીપડાએ ફાડી ખાધો. જંગલ વિભાગે શોધખોળ આદરી હતી. જેમાં પરોઢીયે બાળકનો વિકૃત મૃતદેહ હાથ લાગ્‍યો હતો. આ બનાવના પગલે વન વિભાગ આર.એફ.ઓ. મહુવાથી નીરવ મકવાણા અને સ્‍ટાફ ઘટના     સ્‍થળે દોડી ગયો.