Main Menu

અમરેલી વકીલ મંડળ દ્વારા વિવિધ પ્રશ્‍ને રજુઆત કરાઈ

કલેકટર મારફત પ્રધાનમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું

અમરેલી વકીલ મંડળ દ્વારા વિવિધ પ્રશ્‍ને રજુઆત કરાઈ

વકીલોની વિવિધ માંગણી સંતોષવામાં નહી આવે તો જલદ આંદોલનની ચીમકી

એડવોકેટ બકુલ પંડયા, અજય પંડયા, એન.વી. ગીડા સહિતનાં જાણીતા વકીલો જોડાયા

અમરેલી, તા. 11

બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડીયા ઘ્‍વારા વડાપ્રધાન તેમજ કાયદા વિભાગને અવાર-નવાર વકીલોનાં વિવિધ પ્રશ્‍નોને લઈ રજુઆતો કરવા છતાં સરકાર ઘ્‍વારા પડતર પ્રશ્‍નોનું કોઈ જ પ્રકારનું નિરાકરણ લાવવાાં આવેલ ન હોય. બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડીયા ઘ્‍વારા આ પ્રશ્‍નોનાં ઉકેલ માટે સમગ્ર ભારતમાં વકીલો ઘ્‍વારા આંદોલન કરી રોજેરોજનાં કાર્યક્રમો ઘ્‍વારા પ્રશ્‍નોનાં નિરાકરણ માટે સરકારને રજુઆત કરવા આજરોજ બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડીયા અને બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત ઘ્‍વારા અમરેલી બાર કાઉન્‍સીલ એસોસીએશનને મળેલ સુચના મુજબ અમરેલી બાર એસોસીએશન ઘ્‍વારા કલેકટરનેઆવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, સમગ્ર ભારતનાં વકીલોને વકીલાત કરતી કોર્ટોમાં માનથી બેસી શકે તેવી ચેમ્‍બરોની વ્‍યવસ્‍થા કરવા બિલ્‍ડીંગો બનાવે તેમજ વકીલો માટે અઘ્‍યતન લાયબ્રેરી, ઈ-લાયબ્રેરીનું બજેટ ફાળવી વ્‍યવસ્‍થા કરી અલગથી ટોઈલેટ-બાથરૂમની વ્‍યવસ્‍થા માટે બજેટ ફાળવે.

વકીલોના વેલ્‍ફર માટે અને તેના કુટુંબ માટે ઈન્‍સ્‍યોરન્‍સ સ્‍કીમ અમલમાં લાવે તેમજ તેની હૈયાતી બાદ તેના કુટુંબને પેન્‍શન યોજના અમલમાં લાવે જે ઘણા રાજયોએ આપેલ છે.

જુનીયર વકીલો જે પ વર્ષ સુધી પ્રેકટીસવાળા વકીલોને સ્‍ટાઈપેન્‍ડ મારફત રૂા. 10 હજાર આપે.

રીટાયર્ડ જજોની વિવિધ ન્‍યાયીક ટ્રીબ્‍યુનલ અને એકમોમાં નિમણૂંક આપે છે તેની સાથો સાથ કવલીફાઈ વકીલોની પણ નિમણૂંક કરવામાં આવે.

અમુક રાજયોની જેમ કેન્‍દ્ર સરકાર પણ વકીલોને રહેઠાણ માટે હાઉસીંગ સ્‍કીમ લાવી વકીલો માટે જમીન ફાળવી અને મકાન માટે બજેટમાં અમલાવરી કરે.

લીવીંગ સર્વિસ ઓથોરીટી એકટમાં સંધારો કરી તેમાં વકીલોને પણ સમાવેશ કરો.

મૃત્‍યુ સહાય તેમજ આકસ્‍મીક મૃત્‍યુ સહાય પણ વકીલોને જે મળે તે માટેનું રક્ષણ પુરૂ પાડો.

ઉપરોકત તમામ માંગણીઓને આગામી બજેટ તેમજ આગામી દિવસોમાં તેની અમલવારી કરી આપવા આ આવેદનપત્ર પાઠવી જણાવવામાં આવે છે.જો આ માંગણીઓ નહી સંતોસાય તો અમો બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડીયાની સુચના મુજબ જલદ આંદોલન કરીશું.

આ તકે જાણીતા એડવોકેટ બકુલ પંડયા, એડવોકેટ એન.વી. ગીડા, એડવોકેટ જે.એલ. સોજીત્રા, એડવોકેટ જે.એલ. સોજીત્રા, એડવોકેટ વિનુભાઈ ડાબસરા, એડવોકેટ રાજુભાઈ જોષી, એડવોકેટ અજય પંડયા, એડવોકેટ નીશિત પટેલ વિગેરે ઉપસ્‍થિત રહૃાા હતા.