Main Menu

ખાંભામાં માર્ગ-મકાન વિભાગનાં સ્‍ટોરની હાલત બિસ્‍માર

વાયબ્રન્‍ટ ગુજરાતનાં માહોલમાં સરકારી મકાનો પણ વાયબ્રન્‍ટ

ખાંભામાં માર્ગ-મકાન વિભાગનાં સ્‍ટોરની હાલત બિસ્‍માર

મકાન ફરતેની દીવાલ પણ પડીને પાદર પડી જતાં દબાણ થવાની શકયતાઓ

આજથી સાડા ત્રણ દાયકા પહેલા બનેલ સરકારી મકાનની બાદમાં મરામત કરવામાં આવી નથી

અમરેલી, તા. 8

ખાંભા ખાતે આજથી 3પ વર્ષ પહેલા માર્ગ-મકાન વિભાગ ઘ્‍વારા બનાવવામાં આવેલ સ્‍ટોરરૂમ હાલ અતિ બિસ્‍માર હાલતમાં હોય અને મકાન ફરતેની દીવાલ પણ તુટી જતાં કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વ્‍યાપક દબાણ થવાની શકયતાઓ હોય તાકીદે મકાનની મરામત કરવાની માંગ આરટીઆઈ એકટીવીસ્‍ટ એસોસીએશન ઘ્‍વારા મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને રજુઆત કરી છે.

પત્રમાં જણાવેલ છે કે, ગુજરાત સરકાર ઘ્‍વારા 1984માં ખાંભા ખાતે પીડબલ્‍યુડીનો વિશાળ જગ્‍યામાં સ્‍ટોર રૂમ, સ્‍ટોર ફરતી દીવાલ સ્‍ટાફ કવાટર્સ બનાવવામાં આવેલ.

જે સ્‍ટોર ફરતી સંપૂર્ણ દીવાલ પડીને પાદર થવાથી અને દરવાજો ન હોવાથી સ્‍ટાફ કવાર્ટરમાંથી બારી-દરવાજા તેમજ તત્‍કાલીન સમયે રાખવામાં આવેલ ત્રીકમ, પાવડા, તગારા પણ ચોરાઈ જવા પામેલ છે. હાલ આ                  સ્‍થળ ઉપરનો વિશાળ પ્‍લોટ ખુલ્‍લો પડેલો અને દીવાલ વગરનો હોવાથી કોઈ વ્‍યકિતઓ ગેરકાયદે કબ્‍જો જમાવી કરોડો રૂપિયાની કિંમતી જમીનઉપર દબાણ કરે તે             પહેલા ખાંભા ખાતેના માર્ગ મકાન સ્‍ટેટના સ્‍ટોર ફરતી દીવાલ બનાવી સ્‍ટાફ કવાટર્સ અને સ્‍ટોર રૂમ રીપેર કરાવી કે નવા બનાવી સરકારની માલિકીની કરોડો રૂપિયાની કિંમતી જમીન સંરક્ષિત કરવા અંતમાં માંગ કરેલ છે.