Main Menu

અમરેલી બેઠક માટે ભાજપનાં ઉમેદવાર કોણ ?

સંસદીય વિસ્‍તારનાં મતદારોઅને ભાજપી કાર્યકરોમાં વેધક પ્રશ્‍ન

અમરેલી બેઠક માટે ભાજપનાં ઉમેદવાર કોણ ?

કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી કે હાર્દિક પટેલ જેવા યુવા ઉમેદવાર આવી શકે તેમ હોય ભાજપ માટે કપરા ચઢાણ

અમરેલી, તા. 7

અમરેલી લોકસભા બેઠકની ચૂંટણી આગામી 7પ દિવસમાં યોજાવાની પુરેપુરી શકયતાઓ હોય મુખ્‍ય રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવાર કોણ હશે, કોણ વિજેતા થઈ શકશે તેને લઈને આમ જનતા અને રાજકીય કાર્યકરોમાં ચર્ચાઓ થતી જોવા મળે છે.

કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી, હાર્દિક પટેલ જેવા હોનહાર યુવાનો ચૂંટણીજંગમાં ઉતરી શકે તેમ છે. ત્‍યારે સત્તાધારી પક્ષ ભાજપનાં ઉમેદવાર કોણ હશે અને કોણ હોવા જોઈએ તેને લઈને પણ વ્‍યાપક ચર્ચાઓ શરૂ થઈ છે.

ભાજપનાં વર્તમાન સાંસદનો કાર્યકાળ 10 વર્ષનો પૂર્ણ થયો હોય અને ભાજપ તફરથી તેમનો નો રીપીટ થીયરીમાં સમાવેશ હોવાનું સૌ કોઈ માની રહૃાું છે. ત્‍યારે વર્તમાન સાંસદ નહી તો હવે કોણ તેને લઈને સંભાવનાઓ વ્‍યકત થઈ રહી છે.

જેમાં દરેક જ્ઞાતી, ધર્મ, સમાજ, ખેડૂતો, યુવાનો, વેપારીઓ, મહિલાઓ, શ્રમજીવીઓનું હિત કરી શકે. તમામને સાથે લઈને ચાલી શકે અને ભુતકાળમાં દરેક વર્ગ માટે કંઈક ભલું કર્યુ હોય તેવા વ્‍યકિતની પસંદગી કરવી ભાજપ માટે અતયંત જરૂરી બની છે.

જેમાં જિલ્‍લા ભાજપનાંકદાવર નેતા દિલીપ સંઘાણીનું નામ સૌથી આગળ ચાલી રહૃાું છે. તેઓ દરેક સમાજમાં લોકપ્રિય છે. જ્ઞાતીવાદમાં તેઓ માનતા નથી. દરેક વર્ગ સાથે વર્ષોથી જોડાયેલા છે. જિલ્‍લાનાં આમ આદમીને સરળતાથી મળી શકે છે એટલે તેની પસંદગી થઈ શકે તેમ છે.

તદઉપરાંત બાબરાનાં ચમારડીનાં વતની, સર્વજ્ઞાતીય સમુહ લગ્નોત્‍સવનાં પ્રણેતા, ગરીબોના બેલી અને આમ આદમી સાથે આમ આદમી બનીને તમામ મદદ કરતાં ગોપાલભાઈ વસ્‍તરપરા પણ ભાજપની શ્રેષ્ઠ પસંદગી થઈ શકે તે છે. તેમજ સાવરકુંડલાનાં ભાજપ અગ્રણી ઘનશ્‍યામ ડોબરીયા પણ દરેક સમાજમાં લોકપ્રિય છે. સરળ સ્‍વભાવ, પરોપકારની ભાવના ધરાવતા હોવાથી તેઓ અંગે પણ હાઈકમાન્‍ડ ચર્ચા કરી શકે છે. અને સાવરકુંડલાના પીઠવડીનાં વતની દકુભાઈ બાલધા પણ દરેક સમાજ અને દરેક વર્ગને સાથે લઈને ચાલી શકે છે. ભુતકાળમાં અને વર્તમાનમાં પણ તેઓ ગરીબો, ખેડૂતો, યુવાનો માટે કામ કરતાં હોય તેઓને પણ ભાજપની ટીકીટ મળી શકે તેમ હોવાનું સૌ કોઈ માની રહૃાું છે.